Abtak Media Google News

ત્રિકોણ બાગ ખાતે સીટી બસની કતારો લાગી: તડકામાં મુસાફરો હેરાન પરેશાન

રાજકોટ મહાનગરપાલિકાની આંતરિક પરિવહન સેવાનું સંચાલન કરતી રાજકોટ રાજપથ લીમીટેડની સીટી બસના ટિકિટ મશીનનું સર્વર આજે બપોરે અચાનક ડાઉન થઈ જવાના કારણે સીટી બસ સેવા ખોરવાઈ જવા પામી હતી.ત્રિકોણ બાગ ખાતે આવેલા કંટ્રોલ સેન્ટ્રલ સીટી બસના થપા લાગી ગયા હતા. કાળઝાળ તડકામાં મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા હતા.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ સીટી બસમાં રોજ હજારો મુસાફર મુસાફરી કરે છે દરમિયાન આજે બપોરે અચાનક સીટી બસમાં ટિકિટ કાઢવાના મશીનનું સરવર ડાઉન થઈ જવાના કારણે ટિકિટ આપવાની કામગીરી થઈ શકે ન હતી જેના કારણે સીટી બસ સેવા ખોવાઈ ગઈ હતી તમામ બસના ડ્રાઇવરો બસને લઇ ત્રિકોણ બાગ ખાતે કંટ્રોલ રૂમે પહોંચી ગયા હતા અને મુસાફરોને અહીં જ ઉતારી દેવામાં આવ્યા હતા.

સર્વર કલાકો સુધી ચાલુ ન થવાના કારણે મુસાફરો કાળઝાળ ગરમીમાં હેરાન પરેશાન થઈ ગયા હતા બીઆરટીએસમાં પણ સર્વરમાં સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળે રહ્યું છે. છાશવારે સીટી બસ સેવામાં કોઈને કોઈ સમસ્યા ઊભી થાય છે જેના કારણે મુસાફરોએ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે એક તરફ આજે આકાશમાંથી સૂર્ય નારાયણ આગ પોકી રહ્યા ડીજે તરફ તોડની ડમરી પણ ઉડતી હતી બસ સેવા ફોરવાઇ જવાના કારણે લોકોએ મુશ્કેલી બેટરી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.