Abtak Media Google News

ડ્રગના ગુનામાં ફરાર આરોપીને પકડી પોલીસે હોસ્પિટલે સારવાર માટે લઇ ગયેલ ત્યારે તેના પરિવાર દ્વારા હોબાળો મચાવાયો હતો

જૂનાગઢમાં ગુરુવારે બપોરે સિવિલ હોસ્પિટલમાંથી ડ્રગ ના ગુનાના ફરાર આરોપીને પોલીસે પકડીને સારવાર માટે લાવેલ ત્યારે આરોપીના પરિવારજનોએ હંગામો કરીને આરોપીને ભગાડવામાં મદદ કર્યાનો ગુનો નોંધાયો હતો. જે કેસમાં ગઈકાલે પોલીસે આરોપીના માતા, બહેન, અને સાસુની ધરપકડ કરી છે.

જૂનાગઢના ધરાનગર વિસ્તારમાં રહેતો સાગર પ્રવિણ રાઠોડ રહે નામનો શખ્સ એનડીપીએસના ગુન્હામાં જેલ હવાલે હતો અને પેરોલ મળ્યા બાદ તે પેરોલે જમ્પ કરીને છેલ્લા 24 દિવસથી ફરાર હતો. ત્યારે પેરોલ ફ્લો સ્કોડને આ આરોપી ઘરે હોવાની બાતમી મળતા પેરોલ ફ્લો સ્કોડ દ્વારા સાગરને પકડી પાડ્યો હતો પરંતુ ભાગવા જતા તેને ઈજા થતા સારવાર માટે પહેલા ખાનગી અને ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તે દરમિયાન સાગરના પરિવારના સભ્યો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને ભારે બખેડો તથા હંગામો કરી સાગરને ભગાડી ગયા હતા.

આ ઘટના બાદ ફરજ પરના પોલીસ કારમી દ્વારા ફરજમાં રૂકાવટ, પોલીસ પર હુમલો અને આરોપીને ભગાડી જવામાં મદદગારી કરવા સહિતની બાબતે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા, પોલીસે સાગર સહિતના 13 ઇસમો સામે ગુનો દાખલ કર્યો હતો, તથા આ કેસના ત્રણ આરોપી એવા સાગરની માતા લીલાબેન, બહેન મનિષાબેન અને સાસુ રમાબેન ની ધરપકડ કરી લીધી હતી, જ્યારે સાગર સહિતના અન્ય આરોપીઓને પકડવા પોલીસે ચક્ર ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.