Abtak Media Google News

ટાઈગર ઝીંદા હે’ના ફર્સ્ટ લૂકને ૨૪ કલાકમાં અધધધ ૨.૯૦ કરોડ વ્યૂઅર્સ મળ્યા !!!

બોલીવુડ સુપર સ્ટાર સલ્લુ ઉર્ફે સલમાન ખાનની ફિલ્મ રીલીઝ પહેલા જ રેકોર્ડ સર્જ્યો છે. તેની ફિલ્મ ‘ટાઈગર ઝીંદા હે’ના ફર્સ્ટ લુકને ૨૪ કલાકમાં અધધધ ૨.૯૦ કરોડ વ્યુઅર્સ મળ્યા છે. સલમાન ખાન અને કેટરીના કૈફની ભૂમિકાવાળી આ ફિલ્મ તા.૨૨ ડિસેમ્બરના રોજ એટલે કે, ક્રિસમસ ઉપર રીલીઝ થશે.

Advertisement

અગાઉ ફિલ્મ બાજીરાવ મસ્તાની, જુડવા અને પદ્માવતીના ફર્સ્ટ લુકને લાખો વ્યૂઅર્સ મળી ચુકયા છે. પરંતુ ટાઈગરે તો ભારે કરી માત્ર ૨૪ કલાકમાં જ આશરે ૩ કરોડ લોકોએ સોશ્યલ મીડિયા પર તેના ટ્રેલરને નિહાળ્યું અને ભરપેટ વખાણ પણ કર્યા.

અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનની છેલ્લે રજૂ થયેલી ફિલ્મ ટયૂબલાઈટ તદ્દન નિષ્ફળ નિવડી છે. કેમ કે, આ ફિલ્મમાં તેમની ભૂમિકા ઈમેજથી તદ્દન વિરુધ્ધ હતી. આથી સલમાન ખાને ફરી એકવાર તેનું અસલ ‚પ ધારણ કરીને પડદા પર મશીનગન ઉપાડી છે. લોકોને સલમાનનું આ અંદાજ ખૂબજ પસંદ આવ્યો છે. એટલે ટાઈગર ઝીંદા હૈ સુપર હિટ જશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.

કેટરીના કૈફનો પણ એકશન અવતાર જોવા મળે છે. અત્યારે તે ત્રણેય ખાન સાથે કામ કરી રહી છે. આમીર ખાન સાથે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં શાહ‚ખ ખાન સાથે આનંદ એલ. રાયની એક અનામી ફિલ્મમાં તેમજ સલમાન ખાન સાથે ‘ટાઈગર ઝીંદા હે’માં કામ કરી રહી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.