Abtak Media Google News

‘જે મા નો ન થાય તે કોઈનો ના થાય’ તેવું સ્ટેટસ મૂકતાં મારા મારી થયાનો ફરિયાદમાં આક્ષેપ

શહેરમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુકવાના મુદ્દે હિરાઘસુ અને તેના પુત્ર પર તેના સાઢુભાઈ સહિત બેએ હુમલો કર્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

વિગતો મુજબ કિશોર ગોરધનભાઈ લીંબાસીયા (ઉ.વ.44, રહે. હડાળાના પાટિયા પાસે) એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીઓમાં તેના જસાઢુભાઈ અલ્પેશ રાજપુત સહિત બેન નામો આપ્યા હતા જેમાં કિશોરભાઈએ જણાવ્યુ છે કે 1 તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. ગઈકાલે તેની પત્ની જીમીબેન, પુત્રી સ્નેહાને લઈ રિસાઈને રતનપરમાં ડ્રીમલેન્ડ પાર્કમાં રહેતા સાઢુ હિતેષ સિધ્ધપુરાને ત્યાં જતી રહી હતી.ત્યારબાદ રાત્રે સાઢુભાઈની પુત્રીએ જે મા નો ન થાય તે કોઈનો ના થાય તેવું સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુકયું હતું. જેથી તેના પુત્રએ સાઢુની પુત્રીને કોલ કરી ઠપકો આપ્યો હતો.

થોડીવાર બાદ તેના સાઢુએ તેના પુત્રના મોબાઈલમાં કોલ કરી તારા પપ્પા કયાં છે તેવું પૂછી ગાળો ભાંડી હતી. થોડીવાર બાદ સાઢુ અલ્પેશ રાજપુતને લઈ તેની ઘરે ઘસી આવ્યો હતો. બેફામ ગાળો ભાંડયા બાદ ધોકા વડે તેના પુત્ર પર હુમલો કર્યો હતો. તે વચ્ચે પડતા તેની ઉપર પણ હુમલો કરતા પગમાં અને વાંસામાં ઈજા થઈ હતી. દેકારો થતા પાડોશી ભેગા થઈ ગયા હતા. જેથી પુત્ર સાથે ત્યાંથી જતા રહ્યા બાદ આજે કુવાડવા રોડ પોલીસ મથકમાં જઈ ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.