Abtak Media Google News

યાદ કરો એ દિવસો જ્યારે નવું-નવું પાણી બોટલમાં વેચાવા બજારમાં આવ્યું હતું. ત્યારે વિચાર્યુ હતું કે શુધ્ધ પાણીની જેમ શુધ્ધ હવા પણ બોટલમાં મળશે. હાલમાં જ દિલ્લીમાં પ્રદૂષણનો પ્રકોપ સર્જાયો હતો. જેનાથી અનેક લોકો અસરગ્રસ્ત થયા હતા. તેવા સમયે જે એવા સારા સમાચાર મળે કે હવે શુધ્ધ હવા પણ બોટલમાં મળી રહેશે તો લોકોએ ખરીદવા પણ પ્રેરાઇ છે ૧૨૦૦ રૂમાં ૧૬૦ વાર શુધ્ધ હવામાંથી શ્ર્વાસ લઇ શકાશે અને એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઇન કંપનીઓએ ૧૨૦૦ રૂની આ હવાનાં છેલ્લા ૧૫ દિવસમાં ત્રણવાર આઉટ એફ સ્ટોક જાહેર કર્યા છે જેનાથી એટલો તો અંદાજ લગાવી શકીએ કે તેની કેટલી માંગ છે બજારમાં…. વિદેશીની કં૫નીઓ જે કેનેડા, સ્વિત્ઝરલેન્ડ, અને ઓસ્ટ્રેલિયામાં સ્થિત છે તે કં૫નીઓ ૯૯૯ થી ૧૨૦૦ રુપિયામાં શુધ્ધવા વેચી રહી છે જે ‘વિટેલીટી એર’ તરીકે પણ જાણીતી છે. આ કં૫નીઓને દાવો છે કે ખાસ પ્રકારે તૈયાર કરેલી બોટલમાં શુધ્ધ અને તાજી હવા ભરવામાં આવે છે જેમાં ત્રણ લીટરમાં ૫૦ ગ્રામ હવા ભરવામાં આવે છે જેના દ્વારા ૮૦ વાર તાજી હવા શ્ર્વાસના લઇ શકાય છે. અને આઠ લીટરની બોટલમાં ૧૫૦ ગ્રામ હવા ભરવામાં આવે છેજેના દ્વારા ૧૬૦ વાર શ્ર્વાસ લઇ શકાય છે. ક્લીન કમ્પ્રેશન ટેકનોલોજી દ્વારા પર્વતો પરથી તાજી હવા ભરી તેને કંટેનરમાં રાખવામાં આવે છે. ત્યાર બાદ તેને કેનમાં ભરી ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. જેમાંથી ઇન્હેલ કરી અથવા તો માસ્ક દ્વારા શુધ્ધ હવા લઇ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.