Abtak Media Google News

ઉંચો અને વિશાળ કિલ્લો રાત્રીના સમયે જાજરમાન દ્રશ્ય સર્જતો હતો

રાત્રીનો સમય, રણની રેતી ઉડાડતો પવન જીપમાં ખાલી થવા આવેલુ ડીઝલ સાથે પીવાનું પાણી પર નહતુ આવા સંજોગોમાં પાકિસ્તાન સરહદ ઉપર કચ્છના રણમાં ભૂલા પડયા હતા આવા સમયે કાચા કેડાજેજગ્યાએચારની સંખ્યામાં ભેગા થતા હતા ત્યાં ચાર પોલીસ અધિકારીઓ અને એક ડ્રાઈવર કોન્સ્ટેબલ નિ:સહાય સ્થિતિમાં ઉભા હતા.

ફોજદાર જયદેવે નકકી કર્યું કે હવે ઉતાવળે કોઈ નિર્ણય કે પગલુ ભરવું એ મુશ્કેલીમાં વધારો જ કરવા બરાબર હતુ અને નિર્ણય પણ ફોજદાર રાણા જાડેજા અને પોતે મળીને જ લેવાનો હતો કેમકે ડાહ્યા માણસો કહે છે કે ગભરાયેલા કે ડરી ગયેલી વ્યકિતનો અભિપ્રાય કે નિર્ણય અધકચરો કે ખામી વાળો જ હોવાનો આથી સીપીઆઈ ઠાકુર સાંભળે તે રીતે જ ત્રણરે જણાએ મળીને નકકી કર્યું કે હવે સવાર સુધી આ જગ્યાએ જ રોકાવું જેથી ડીઝલ વગર જીપ ફસવાનો કે ભૂલથી પાકિસ્તાન સરહદમાં ઘુસી જવાનો પ્રશ્ર્ન જ ઊભો નહિ થાય.

આમ નકકી કરીપાંચેય જણાએ આ ચાર રસ્તે રણની રેતરીમાં જ કુંડાળ વળીને બેસીને ધામા નાખ્યા. તમામ વારાફરતી પોતાને ભૂતકાળમાં થયેલ ખરાબ અનુભવોની વાતો કરતા હતા આમ ને આમ રાત્રી ના બાર વાગ્યા હશે તમામ તરસ અને ભુખથી વ્યાકુળ હતા તેવામાં આકાશમાં એક દિશા તરફથી સર્ચલાઈટ જેવો પ્રકાશનો શેરડો પડયો. આ પ્રકાશનો શેરડો થોડીવાર રહ્યો તમામને હાશકારો થયો કાંઈક મદદ મળશે હવે પાછા સાચી દુનિયામાં જવાશે. પરંતુ જયદેવને વિચાર આવ્યોકે ખરેખર કઈ દિશામાંથી પ્રકાશ આવ્યો ભારતની દિશામાંથી કે પાકિસ્તાનની દિશામાંથી? જયદેવનું બચપણ ગામડામાં વિતેલુંરાત્રે ફળીયામાં ખૂલ્લા આકાશમાં સુતા સુતા વડીલો પાસેથી આકાશનાં તારામંડળના તારા સમુહો અને મંગળનો લાલ તારો શુક્રનો તેજસ્વી અને ધ્રુવના તારાને પણ ઓળખતો. રાત્રીનાં ધ્રુવના તારાને ઓળખવા માટેની પધ્ધતિ જયદેવે ભાવનગરના બોરતળાવની બાળવાટીકામાં આવેલ આકાશદર્શન પ્લેનેટોરીયમમાં જે તારા સમુહનું જ્ઞાન બાળકોને વિસેક મીનીટ આપતા તેમાંથી જાણેલું કે જે સપ્તર્ષી તારા સમુહ હોય છે તેના માથા ઉપરના બે તારાની સીધી લીટીમાં પૃથ્વી તરફ નીચે આવતા જે તેજસ્વી તારો આવે તેજ ધ્રુવનો તારો અને તેજ સાચી ઉતરદિશા. આ ઉત્તર દિશા એટલે ભૌગોલીક નકશા મુજબ આ અધિકારીઓ બેઠા હતા તેની પાકિસ્તાન તરફની દીશા છે. તેમ ધ્રુવનો તારો જોઈને જયદેવે કહ્યું. વળી વધુમાં કહ્યું કે જે પ્રકાશનો શેરડો આવ્યો તે ઉતરમાંથી એટલે પાકિસ્તાનનીદીશાતરફથી આવ્યો છે. આથી તમામ નિરાશતો હતા પણ હવે ગભરાયા પણ ખરા કે તેઓ પાકિસ્તાનની સાવ બોર્ડર ઉપર જ છે. ઠાકુર બોલી ઉઠ્યા ભારે કરી હવે કેમ કરીશુ?

પણ કમનસીબી પણ કમનસીબી ઘટવાનું નામ લેતી ન હતી હજુ આ વાત થતી હતી ત્યાં જ ઉત્તર દિશામાંથી એક ઉંટ પૂર ઝડપે દોડતુ આવતું હોય તેવો ઓળો દેખાયો. તમામના ‚ંવાડા ઉભા થઈગયા અને ઠાકુર બોલ્યા નકકી પાકિસ્તાની રેન્જરો બસ હવે લાહોર કે કરાંચી જેલ!

સીપીઆઈ ઠાકુર માનસીક વિક્ષીપ્ત થઈ ગયા હતા અને ધીમેથી ગળગળા સાદે બોલ્યા કે ‘જતી જીંદગીએ આ ફરવાનું કયાં સુજયું?’ જાણે ફર્યા વગર ના મરીજવાના હતા, હવે મોત પણ જલ્દી નહિ આવે ખૂબ રીબાઈ રીબાઈને આવશે’ જો કે આ સંજોગોમાં ત્રણે ફોજદારો અને ડ્રાઈવર પણ મુંઝાયેલા અને ગભરાયેલા જ હતા તેમાં પણ આ ઉંટના ઓળાને જોયા પછી તો કોઈનું મોઢુ પણ ખૂલતુ નહતુ.

જયદેવે મન મકકમ કરીને તમામને કહ્યું હોંશમાં રહો “Every cloud has a silver lining”અનેક નિરાશામાં પણ આશા છુપાયેલી હોય છે એક કામ કરોહવે કુંડાળામાં થી જુદા પડીને પાંચેય જણા જીપથી દૂર અલગ અલગ દિશામાં જીપ અને ઉટ તરફ નજર રાખીને આક્રમણ સ્થિતિમાં તમામ સુઈ જાવ અને તમામ તે રીતે ગોઠવાઈ ગયા.

થોડીવારે ઉંટ પૂરપાર ઝડપે તેમની પાસેથી પસાર થયું પણ તે ઉભુ રહ્યું નહિ. તમામે જોયું કે ઉંટ ઉપર માલ સામાન લાદેલો હતો પરંતુ તેની ઉપર કોઈ માણસ બેઠું નહતુ. ઉંટ ઉતરમાંથી એટલે પાકિસ્તાન તરફથી આવી દક્ષિણમાં એટલે ભારતની સરહદમાં ગયું હતુ ઉંટ ગયા પછી પાંચેય જણા પાછા એકઠા થયા ફોજદાર જાડેજાના એક પરિચિત કચ્છમાં પોલીસમાં ફરજ બજાવતા હતા તેમની પાસેથી જાડેજાને માહિતી મળેલી કે પાકિસ્તાનના દાણચોરો ઉંટોને એવી તાલીમ આપીને તૈયાર કરે છે કે તેની ઉપર ફકત માલસામાન ચડાવીને અસ્વાર વગર જ ભારતની દિશામાં ધકેલી દે તો તે ઉંટ નકકી કરેલા ગામે અને નકકી કરેલા ઘેર જ ભારતમાં આવીને ઉભી રહેતું અને ભારતવાળા તેના ઉપરનો આવેલો સામાન ઉતારીને ભારતીય સામાન ચડાવીને પાછુ પાકિસ્તાનની દિશામાં સરહદ તરફ ધકેલી દે એટલે ઉંટ રણમાં થઈ પાછુ એકલું જ પાકિસ્તાનમાંથીજયાથી આવ્યું હોય ત્યાં પહોચી જતુ જો રસ્તામાં ભારતની પોલીસ બી.એસ.એફ.કે પાકિસ્તાની રેન્જરો ઉટ ને પકડે તો ફકત ઉંટ અને માલ જ પકડાય કોઈ વ્યકિત પકડાય નહિ.

વળી જયારે આવા ઉંટો  સરકાર તરફથી હરરાજીમાં વેચવા કાઢે ત્યારે આવા લોકો જ પાછા ખરીદી લેતા હોય છે આવો એક કિસ્સો પાછળથી જાણવા મળેલો કે આ પાકિસ્તાન સરહદેથી દાણચોરો અને ત્રાસવાદીઓએ ઉંટ ઉપર વિસ્ફોટકો અને ઘાતક શસ્ત્રો સાથે ભારતીય સીમામાં ઘૂંસાડેલ જે કચ્છ પોલીસે પકડી પાડેલ હતુ આતો ગંભીર ગુન્હો હોઈ પકડાયેલ પાકિસ્તાનનું ઉંટ મુદામાલ તરીકે ભૂજ પોલીસ હેડ કવાર્ટરમાં રાખેલ અને કચ્છ પોલીસનું ઉંટ દળ તેને અલાયદુ રાખી સાચવતું અને તે પાકિસ્તાની ઉંટનું નામ ‘મુશરફ’ પાડેલું પરંતુ લાંબી કાયદાકીય પ્રક્રિયા દરમ્યાન દસબાર વર્ષે આ મુદામાલનું પાકિસ્તાની ‘મુશરફ’ ઉંટ ભૂજમાં જ મરણ ગયેલું.

ફોજદાર જાડેજાએ આ રીતે ઉંટ દ્વારા દાણચોરીની વાત કરતા જયદેવને થયું કે આતો ઠીક દારચોરીનું ઉંટ હતુ જો પાકિસ્તાની રેન્જરોનું હોત તો શું થાત? પરંતુ સાથે સાથે એ વિચાર પણ આવ્યો કે હવે દિશાનો ખ્યાલ આવી ગયો કે ઉતરે પાકિસ્તાન છે. એટલે ધ્રુવના તારાની વિ‚ધ્ધ દિશામાં દક્ષિણે જતા ભારત ભૂમિજ છે. તેથી ચિંતા નથી વળી ઉંટ સીધુ દક્ષિણે ગયું તે દિશામાં જતા ચોકકસ કોઈ માણસ મળી જશે તેથી તમામ અધિકારીઓને વાત કરી તૈયાર કરી જીપને દક્ષિણ દિશામાં સીધી જવા દેવાનું કહેતા તરસ ભૂખ અને થાકથી વ્યાકુળ તમામ ફટાફટ જીપમાં ગોઠવાયા. ઠાકુર બોલ્યા કે કોઈ માણસ કે ગામ મળે કે ન મળે પણ પાકિસ્તાન સરહદથી દૂર જતા રેન્જરોથી તો બચાવ થશે જ.

ડ્રાઈવરને સૂચના કરીકે પ્રથમ જીપને લાઈટ ચાલુ કર્યા સિવાય વાળીને દક્ષિણ દિશા તરફ મોઢુ ફેરવ અને પછી લાઈટ ચાલુ કરીને સીધી દક્ષિણ દિશામાં જ જવા દે.જીપ ઉપડી રસ્તામાં વચ્ચે ઘણા પૂર્વ પશ્ર્ચીમ કેડા ઓ ફંટાતા હતા પણ બરાબર દાજેલો ડ્રાઈવર સહેજ પણ જીપને આડી અવળી કર્યાં વગર સીધી દક્ષિણ દિશામાં જ ચલાવતો હતો.

થોડે દૂર જતા જ ઘનઘોર અંધારીરાતમાં દૂર ક્ષીિતજ માં ઉંચા ગઢની રાંગ જેવો આકાર દેખાયો તમામના જીવમાં જીવ આવ્યો હાશ બચી ગયા! ઠાકુર બોલ્યા કાંઈક તો આવ્યુ અને રણથી તો છૂટયા તેમ કહી એકદમ આનંદ વ્યકત કર્યો.હવે ઠાકૂરનો અવાજ પણ તેજીમાં આવી ગયો અને ટટ્ટાર બેસી ગયા.

જીપ આ ગઢની રાંગની દિશામાં નજીક પહોંચતા જોયું તો એક વિશાળ પૂરાણો કિલ્લો હતો. દરવાજા ખૂલ્લા જ હતા. કિલ્લામાં અંદર જતા ફકત મકાનના ખંઢેરો દેખાતા હતા કોઈ માણસ દેખાતુ નહતુ. વળી તમામ મુંજાયા કે આ કયાં આવ્યા? પરંતુ કિલ્લામાં થોડે દૂર અંદર જતા ગુજરાતીમાપોલીસ સ્ટેશન  લખપત લખેલુ બોર્ડ આવ્યું એટલે જયદેવને ખરેખર હવે હાશકારો થયો કે છીએ તો હિન્દુસ્તાનમાં જ સ્વર્ગમાં ! જાણે પોતાના ઘેર આવ્યા હોય તેવો અહેસાસ થયો તમામ ના ચહેરાની રોનક ફરી ગઈ.

કિલ્લો અતિ વિશાળ મજબુત અને જાજરમાન હતો. એનીમેશન ફિલ્મોમાં પૂરાણા ગઢના જેવા દ્રશ્યો દર્શાવે છે તેનાથી પણ અદભૂત અને વિશાળ આ કિલ્લો રાત્રીના સમયે લાગતો હતો કિલ્લાના મુખ્ય પ્રવેશ દ્વાર ઉપર આવ્યાઆ દરવાજાથી ડામર રોડ સીધો દયાપર થઈ નખત્રાણા થઈ ભૂજ જતો હતો તમામને થયું કે હવે તો સવારે સમયસર એરફોર્સના એર ડીસ્પ્લેનો કાર્યક્રમ કેજેમાં એરફોર્સનાં પાયલોટો અવકાશમાં જીવસટોસટના કરતબો દર્શાવવાના હતા તેના બંદોબસ્તમાં પહોચવાના જ હતા.

જીપ દયાપર ગામે પેટ્રોલ પંપ ઉપર આવી સૌ પ્રથમ જીપમાં ડીઝલની ટાંકી ફૂલ કરાવી દીધી તે પછી બાજુમાં આવેલ હોટલમાં જઈ તમામે ખુશ થઈને ભરપેટે ચા પાણી નાસ્તો કર્યો. ઠાકુરે સીગારેટના બે પાકીટ લઈ લીધા અને રણમાં પડેલ ખોટનું સાટુ વાળી દીધું.

ડ્રાઈવરે જીપને ભૂજ તરફ પૂરપાટ દોડાવી મૂકી, રસ્તામાં ડ્રાઈવર અને જયદેવ સિવાય તમામ જોકા ખાવા લાગ્યા હતા તણાવ મૂકત થયેલો જયદેવ જીપમાં બેઠો બેઠો લખપતના કિલ્લાનો ગૌરવ વંતો ઈતિહાસ વાગોળતો હતો.

સિંધુ નદીએ પાકિસ્તાન તરફ ઉતર દિશામાં મૂખ ફેરવ્યા પહેલા કચ્છનો આ વિસ્તાર નારાયણ સરોવર કોટેશ્ર્વર અને છેક ખાવડા બેલા સુધીનો વિસ્તાર સિંધુ નદીનો ફળદ્રુપ મુખ પ્રદેશ હતો. આ વિસ્તારમાં અઢળક સમૃધ્ધિ હતી. તેનું કારણ સમૃધ્ધ ખેતી હતી અહી લાલ ડાંગર પણ પાકતી અને આથી આનુસંગીક ઉદ્યોગો પણ થયા હશે અને આ સમૃધ્ધીને કારણે વિદેશો સાથે વહાણવટાથી ભારતીય ચીજ વસ્તુઓનો વેપાર થતો અને ભારતીય ચિજોનીતે સમયે વિદેશમાં ખૂબ માંગ હતી અને તે આયાત નિકાસ તે સમયે આ લખપત બંદરેથી થતી હતી. હાલનો જે લખપતનો જાજરમાન કિલ્લો જે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે તે આજથી પાંચસો વર્ષ પહેલા જાડેજા વંશનાં મહારાવે બંધાવેલો છે. આ કિલ્લા પહેલા આજ જગ્યાએ એક હજાર વર્ષ પહેલાકિલ્લો બંધાયેલો તેના અવશેષો પણ હાલના કિલ્લામાં છે. એટલે કે એક હજાર વર્ષ પહેલા પણ અહીંસમૃધ્ધ બંદર અને કિલ્લો હતો જે જૂનો થયો હોય કે સુરક્ષા અને બીજી જ‚રીયાત અને યુધ્ધોની વ્યુહાત્મકતા અનુસાર આ હાલનો મજબુત કિલ્લો બનાવેલ હશે.

તે સમયે તો અખંડ હિન્દુસ્તાન હતુ અને તે સમયે વિદેશમાં વ્યાપાર કરવા માટેનું આ એક માત્ર બંદર દેશના પશ્ર્ચિમ કાંઠે આવેલુ હતુ તે સમયે હજુ કરાંચી કે મુંબઈ બંદરનો જન્મ પણ થયો ન હતો. એટલે કે બન્યા નહતા. તે સમયે આ કચ્છના લખપત બંદરની આયાત નિકાસની દરરોજની કમાણી એકલાખ કોરી (તે સમયનું ચલણ)ની હતી તેથી આ બંદર નું નામ લખપત બંદર પડેલુ તેમ કહેવાય છે.

એમ કહેવાય છે કે શિખ સંપ્રદાયના સ્થાપક ગૂ‚નાનકદેવજી એક માત્ર એવી વ્યકિત હતી કે તે સમયે તેમણે આ લખપત બંદરેથી વહાણ મારફતે અરબસ્તાનમાં મકકા મદીનાની મુલાકાત લીધક્ષ હતી. હાલ પણ તેની યાદમાં લખપતના કિલ્લામાં જયાં ગૂ‚નાનદેવજી રોકાયેલા ત્યાં ગુ‚દ્વારા પણ છે.

ડ્રાઈવરને રણનો ખરાબ અનુભવ થયેલો અને હવે ડામર રોડ મળતા તે જીપને પૂરઝડપે ભૂજ તરફ હંકારી રહ્યો હતો વ્હેલી સવારે સાડાચાર વાગ્યે જીપ ભૂજ પહોચી તમામ અધિકારીઓ ચુપચાપ પથારી ભેગા થઈ ગયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.