Abtak Media Google News

શબ્દોની કિંમત ખૂબ વધુ હોય છે. ત્યારે જો કોઇ વ્યક્તિ શબ્દોને વેડફે છે. અથવા તો કોઇનું અપમાન શબ્દોથી કરે છે. ત્યારે તે સજાને પાત્ર બને છે. તો અત્યારના જમાનામાં ફેસબુક અને વોટ્સએપએ વાર્તાલાપનું ખૂબ પ્રચલિત બની છે. ત્યારે એવું સાંભળ્યું હતે કે ફેસબુક પર કોઇ પોસ્ટ મુકવાથી કોઇને જેલ ભેગું પણ થવાનો વારો આવ્યો છે. તો હવે આ બાબતમાં વોટ્સએપ પણ બાકાત નથી રહ્યું જેમાં વોટ્સએપ પર મેસેજ ફોર્વડ અને વ્યક્તિગત મેસેજ મોકલવા પર પણ થઇ શકે છે જેલ.

એકવાર ૧૮ વર્ષના જાકિર નામનાં યુવકે ગંગાને લીવીંગ ઇંટીટ માનવાનું કારણ પૂછ્યુ તો એ સ્ટેટ્સ રાખવાનાં થોડા જ કલાકો બાદ પોલીસ તેના ઘરે પહોંચી અને તેને લઇ ગયા તેમજ ૪૨ દિવસ સુધી પૂછતાછ પણ કરી હતી. એટલું જ નહિં ત્યાંથી છુટ્યા બાદ જ્યારે તે યુવક ઘરે આવ્યો તો નોકરીથી પણ હાથ ધોઇ બેસ્યો હતો.

આજકાલ લોકો વિડિયો બનાવી પોષ્ટ મુકે છે. મેરઠનાં એક પત્રકારે ફેસબુક પર પીએમ મોદીનો એક વિડિયો શેર કર્યો હતો. જેમાં તે અચ્છે દિન વિશે પૂછતાં હતા પરંતુ ત્યાં માણસોની જગ્યાએ ગધેડા હતા. મેરઠનાં એ પત્રકારને  IT Actઅંતર્ગત ધારા ૬૬ પ્રમાણે એક્શનમાં લીધો હતો. મહારાષ્ટ્રમાં હિન્દુ સમ્રાટ બાલ સાહેબ ઠાકરેનાં નિધન પછી મહારાષ્ટ્ર બંધનું એલાન કયું હતું. જેના વિરોધમાં બે યુવતીઓએ ફેસબુક પર પોસ્ટ મુકી હતી. જેના કારણે તે બંનેને જેલભેગું થવાનો વારો આવ્યો હતો. તો આમ કોઇ વ્યક્તિની કે દેશની પ્રતિષ્ઠાનું હનન થતા સ્ટેટ્સ વિડિયો કે મેસેજ મુક્તા પહેલાં બે વાર વિચાર કરવો યોગ્ય રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.