Abtak Media Google News

એક્ઝિટ પોલમાં ભાજપની વિન વિન સિચ્યુએશનથી શેરબજાર ઉંચકાયું: સેન્સેકસ અને નિફટી ૦.૫ ટકાની વૃદ્ધિ

આજે એકઝીટ પોલને લઈ શેર બજાર ધમરોળાશે તેમ નિષ્ણાતો કહે છે. ઉલ્લેખનીય છે કે ઉતર પ્રદેશ, ઉતરાખંડ, ગોવા અને ઉતરપૂર્વી રાજય મણીપુરમાં એકિઝટ પોલમાં ભાજપની વિન વિન સિચ્યુએશન આવતા આજે શેરબજાર ધમરોળાશે. મતલબ કે ટનાટન રહે તેવી સંભાવના છે. આમ છતાં નિષ્ણાંતો એમ પણ કહે છે કે ચેતતા નર સદા સુખી ઘણીવાર એકિઝટ પોલના પરિણામો ખોટા પણ હોઈ શકે છે. મતલબ કે સાચા પરિણામ અને એકિઝટ પોલના સર્વેમાં અંતર હોય છે. આથી એકિઝટ પોલમાં ભાજપને બહુમત મળતા શેરબજાર ઉંચકાશે જ તેવું મજબુતાઈપૂર્વક ખાનવાને કોઈ કારણ નથી.

નિષ્ણાતોએ બ્રેકિસર અને અમેરીકાના પ્રમુખ પદની ચૂંટણી વખતે પણ શેરબજારમાં અસમંજશનો માહોલ હતો. ત્યારે પણ નિષ્ણાતોએ રોકાણકારોને વેઈટ એન્ડ વોસની પોલીસી અપનાવવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુર એમ પાંચ રાજયોની ચૂંટણીના પરિણામ શનિવારે જાહેર શે. એક્ઝિટ બોલ તો ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ અને ગોવામાં તેમજ મણીપુરમાં ભાજપની તરફેણમાં છે.

બીએસઈ સેન્સેકસ ૨૭ પોઈન્ટ ઉછળીને ૨૮૯૨૯ પર જયારે નિફટી ૨.૭૦ પોઈન્ટ વધીને ૮૯૨૭ પર બંધ યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.