Abtak Media Google News

પ્રાઈવેટ વિમાન કંપની ગોએયરએ હવાઇ મુસાફરોને સસ્તી મુસાફરીની ઓફર આપી છે. કંપનીએ દિલ્હી, કોચી અને બૅંગલુરૂ સહિત સાત શહેરો માટે શરૂ કરવામાં આવેલ ઓફરમાં એક તરફ પ્રવાસનું પ્રારંભિક ભાડું 312 રૂપિયા રાખવામાં આવેલ છે.

Advertisement

એરલાઇન કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઓફર હેઠળ ટિકિટ બુકિંગ આજે 24 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી ચાલશે. આથી એક ડિસેમ્બરથી આગામી વર્ષ 28 ઑકટોબર સુધીમાં પ્રવાસ કરી શકાય છે. ટિકિટ બુકિંગ વહેલા તે પહેલા ના આધાર પર છે.

વાડિયા ગ્રુપ દ્વારા સંચાલિત વિમાન કંપનીએ વિશેષ વેચાણની ઓફરમાં આપણાં મુખ્યાલય મુંબઈને બહાર રાખ્યું છે. આ ખાસ ઓફર હેઠળ ટિકિટ ભાડામાં કર નો ક્યાય સમાવેશ નથી કરવામાં આવ્યો. કંપનીએ જણાવ્યું હતું કે આ ખાસ ભાડું નવી દિલ્હી, કોચી, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, આ અમદાવાદ અને લખન માર્ગ પર ઉપલબ્ધ છે.

જો તમે પણ આ ઓફરનો લાભ લેવા માંગતા હોય તો તમે પણ ટિકિટ બુકિંગ કરાવી હવાય મુસાફરી કરી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.