Abtak Media Google News

અદાણી ગ્રૂપની કંપનીઓમાં નાણાંનું રોકાણ સ્થાનિક રોકાણકારો માટે આકર્ષક બન્યું છે. રોકાણકારોએ ચાલુ નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિતની પાંચ ગ્રૂપ કંપનીઓમાં રોકાણ વધાર્યું છે. ઇજઊના શેરહોલિ્ંડગ ડેટાના વિશ્લેષણ મુજબ ડિસેમ્બર ક્વાર્ટરમાં સ્થાનિક રોકાણકારોએ અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસ સહિતની પાંચ ગ્રૂપ કંપનીઓમાં તેમનો હિસ્સો વધાર્યો હતો. જેમાં અદાણી વિલ્મર અને સિમેન્ટ કંપનીઓ અંબુજા અને એસીસીનો સમાવેશ થાય છે. ત્રિમાસિક ગાળા દરમિયાન સિમેન્ટ કંપનીઓ અંબુજા અને એસીસીનો હિસ્સો હસ્તગત કરવામાં આવ્યો છે.

Advertisement

અદાણી ગ્રીન, અદાણી ટોટલ ગેસ સહિત 5 ગ્રુપ કંપનીઓમાં રોકાણ વધ્યું

બીએસઈ પર ઉપલબ્ધ શેરહોલિ્ંડગ ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે ક્વાર્ટર દરમિયાન અન્ય જૂથ કંપનીઓ કે જેમાં હિસ્સો વધ્યો છે. તે અદાણી જૂથ વિશે સ્થાનિક રોકાણકારોમાં પોઝીટિવ સેન્ટીમેન્ટ અને વિશ્વાસમાં વૃદ્ધિ દર્શાવે છે. શેરહોલિ્ંડગ ડેટા અનુસાર, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીનમાં તેમનો હિસ્સો વધારીને 1.67 ટકા કર્યો છે જે અગાઉના ક્વાર્ટરમાં 1.36 ટકા હતો.

અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં નોંધપાત્ર વધારા સાથે ગ્રૂપનો કુલ શેરહોલ્ડર બેઝ 5 ટકા વધીને 68.82 લાખ થયો હતો. શેરહોલિ્ંડગના ડેટા પ્રમાણે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DIIs) એ ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં અદાણી ગ્રીનમાં તેમનો હિસ્સો અગાઉના ક્વાર્ટરમાં 1.36 ટકાથી વધારીને 1.67 ટકા કર્યો હતો. તો અદાણી ટોટલ ગેસ અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં શેરધારકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અદાણી ટોટલ ગેસમાં પોતાનો હિસ્સો 6.02 ટકાથી વધારીને 6.26 ટકા કર્યો હતો. જો કે, વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) જૂથમાં હિસ્સો રાખવા અંગે મિશ્ર વલણ દાખવ્યું હતું.

ક્વાર્ટર દરમિયાન અદાણી પાવર અને અદાણી એનર્જી સોલ્યુશન્સમાં ડીઆઈઆઈનું શેરહોલિ્ંડગ યથાવત રહ્યું હતું. ડીઆઈઆઈએનડીટીવીમાં કોઈ હિસ્સો ધરાવતા નથી. ડિસેમ્બરમાં અદાણી ગ્રૂપની 10 કંપનીઓએ માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. 3 લાખ કરોડનો ઉમેરો કર્યો હતો અને ડિસેમ્બરના અંતે ગ્રૂપનો એમકેપ રૂ. 14.2 લાખ કરોડ સુધી પહોંચી ગઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.