છેલ્લા 107 દિવસમાં નવા 1 કરોડ રોકાણકારોના ખાતા ખૂલ્યા.!!

અર્થતંત્રનું બેરોમીટર ગણાતા એવા શેરબજારનું આકર્ષણ દિનપ્રતિદિન વધી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપ મુખ્ય સ્ટોક એક્સચેન્જ બીએસઈએ પર છેલ્લા 107ની અંદરમાં 1 કરોડ નવા રોકાણકારોના ખાતા ખુલ્યા છે. 6 જૂનથી 21 સપ્ટેમ્બર વચ્ચે એક કરોડ નોંધાયેલા રોકાણકારોના ખાતા ઉમેરાયા છે.

આ સાથે, રોકાણકાર ખાતાઓની સંખ્યા માત્ર 107 દિવસમાં આઠ કરોડને પાર કરી ગઈ છે. અગાઉ 6 જૂને સ્ટોક એક્સચેન્જના અહેવાલમાં જણાવાયું હતું કે તેનો રજિસ્ટર્ડ યુઝર બેઝ 70 મિલિયનને પાર થઈ ગયો છે. ગયા વર્ષે 23 મેથી, એટલે કે 12 મહિનાથી થોડાક સમયમાં બે કરોડ નોંધાયેલા રોકાણકારોના ખાતા ઉમેરવામાં

આવ્યા હતા. આ અંગે બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી આશિષકુમાર ચૌહાણે જણાવ્યું કે છેલ્લા દોઢેક વર્ષથી ઈક્વિટી રોકાણ સીધું અથવા મ્યુચ્યુઅલ ફંડ દ્વારા વધ્યું છે. વૈશ્વિક સ્તરે, આના ઘણા કારણો છે અને સ્થાનિક બજાર પણ આ વલણને અનુસરી રહ્યું છે. તેમણે કહ્યું કે દરેક રોકાણકારે રોકાણ કરતા પહેલા કંપની વિશે જાણવું અને તેઓ જે પ્રોડક્ટમાં રોકાણ કરવા જઈ રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી હોવી જરૂરી છે.

ફેબ્રુઆરી 2008માં એક્સચેન્જમાં માત્ર એક કરોડ રોકાણકારોના ખાતા હતા. જુલાઈ 2011 સુધીમાં આ વધીને બે કરોડ થઈ ગઈ. બીએસઈને જાન્યુઆરી 2014માં તેને 30 મિલિયન સુધી લઈ જવા માટે લગભગ ત્રણ વર્ષ લાગ્યા અને ઓગસ્ટ 2018માં તે આંકડો 40 મિલિયનને પાર કરી ગયો. મે 2020માં પાંચ કરોડ, 19 જાન્યુઆરી 2021 ના રોજ છ કરોડ અને 6 જૂન 2021ના રોજ સાત કરોડનો આંકડો પાર કર્યો ત્યારબાદ 21 સપ્ટેમ્બર, 2021ના રોજ એટલે કે ગઈકાલે આઠ કરોડનો આંકડો પાર કર્યો. આ સૌથી ઝડપી વૃદ્ધિ છે. માત્ર 107 દિવસમાં એક કરોડ ખાતા ઉમેરવામાં આવ્યા.