Abtak Media Google News
  • ભાજપ નાં બે જુથ વચ્ચે સત્તામાં સાઠમારી

ગોંડલ તાલુકાનાં મોવિયાનું રાજકારણ હમેંશા વાદવિવાદો સાથે કલુસીત બની રહ્યું છે.ગ્રામ્ય પંચાયત માં સતાની રસ્સાખેંચ વચ્ચે શિસ્તબદ્ધ કહેવાતા ભાજપ નાં બે જુથ ની લડાઈ પરાકાષ્ઠા પર પંહોચીછે.થોડા દિવસ પુર્વે સરપંચ પદે થી રાજીનામું આપનાર મહીલા સરપંચે ધાકધમકી આપી જાણ બહાર રાજીનામું ધરી દેવાયાનાં આક્ષેપ સાથે રાજીનામું પરત ખેંચતા ચકચાર જાગીછે.પ્રાપ્ત વિગત મુજબ મોવિયા નાં સરપંચ કંચનબેન રોહિતભાઈ ખુંટ દ્વારા થોડા દિવસ પહેલા અપાયેલું રાજીનામું પરત ખેંચાયું છે.તાલુકા વિકાસ અધિકારી મીલન પટેલ સક્ષમ હાજર થઈ કંચનબેન ખુંટે લેખીત માં જણાવ્યું કે   માનશીક ત્રાસ આપી જેલમાં ધકેલી દેવાની ધમકી આપી મારી પાસેથી રાજીનામું લખાવી લઈ મારી જાણ બહાર રજુ કરી દેવાયું છે.જેથી રાજીનામું રદબાતલ ગણવું.

Advertisement

આવી રજુઆત બાદ કંચનબેન ખુંટે રાજીનામું પરત ખેંચ્યુ છે.મોવિયા ગોંડલ નાં રાજકારણ નું એપી સેન્ટર ગણાય છે.ગ્રામ્ય પંચાયત કબ્જે કરવા ભાજપ નાં જ કિશોરભાઈ અદીપરા અને કુરજીભાઈ ભાલાળાનાં જુથ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખેંચતાણ ચાલી રહીછે.જેને કારણે તાલુકાની સૌથી મોટી ગણાતી ગ્રામ્ય પંચાયત નું રાજકારણ ચકડોળે ચડ્યું છે.આગામી સમયમાં બજેટ રજુ થનાર છે.જે નામંજુર થવાની પુરી સંભવનાછે.કદાચ મોવિયા ગ્રામ પંચાયત ની બોડી બરખાસ્ત બની વિખેરાય તો નવાઈ જેવું નહી કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.