Abtak Media Google News

વિસાવદર તાલુકાના સરસઈ ગામના યૌનશોષણ પ્રકરણના ચેતન જમન દુધાત,   તથા  જયદીપ દીલીપ લાખાણી,    સરસઈ ગ્રામ પંચાયતના સરપંચ તથા ઉપસરપંચ તરીકે હોદ્દો ધરાવે છે. તેમની સામે થયેલ ફરીયાદ થઈ છે.

હાલ સરપંચ તથા ઉપસરપંચ બંને જેલમાં છે.તાલુકા વિકાસ અધિકારી વિસાવદરએ સરપંચ ચેતન જમન દુધાત તથા ઉ5સરપંચ જયદીપ દીલીપ લાખાણીની તા.06/04/2023 ના રોજ અટકાયત થયેલ છે. અને તેઓ જેલમાં ગયેલ હોય, તેમજ સરપંચ તથા ઉપસરપંચ ગુન્હાહીત ફરીયાદ દાખલ કરેલ હોય અને હાલ બંને જેલમાં છે. તેઓની સામે 59(1) મુજબ કાર્યવાહી કરવાનો અભિપ્રાય થઈ આવેલ છે.

ગુજરાત પંચાયત અધિનિયમ  1993 ની કલમ  59(1) મુજબ સરપંચ ચેતન જમન દુધાત તથા ઉપસરપંચ જયદીપ દીલીપ લાખાણીની તા.06/04/2023 ના થયેલ અટકાયત અને તે ગુન્હા સબબ જેલમાં અટકમાં રાખવામાં આવ્યા હોય, તેવા સરપંચ તથા ઉપસરપંચને હોદો પરથી મોકુફ કરી શકાશે જે જોગવાઈ ધ્યાને લઈ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ-59(1) હેઠળ  ગુજરાત પંચાયત અધિનિયમ  1993 ની કલમ-59(1) હેઠળ વિસાવદર તાલુકાના સરસઈ ગ્રામ પંચાયતના સરપંચના હોદા પરથી તથા ઉપસરપંચના હોદા પરથી મોકુફ (સસ્પેન્ડ)  કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.