Abtak Media Google News
  • જુગાર દરોડામાં એક મહિલા સહિત ૧૮ની અટકાયત
  • જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો.

Jamnagar News : જામનગર શહેર તેમજ દરેડ અને કાલાવડમાં ગઈ રાત્રે પોલીસે જુદા જુદા છ સ્થળોએ દરોડા પાડ્યા હતા, અને એક મહિલા સહિત ૧૮ શખ્સોની અટકાયત કરી, રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું.

Advertisement

Jamnagar Jugar

જામનગર શહેરમાં જુગાર અંગેનો પ્રથમ દરોડો શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારમાં પાડવામાં આવ્યો હતો. જ્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલી હંસાબેન ભગાભાઈ માલકીયા સહિત ત્રણ પત્તાપ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૬,૩૦૦ની રોકડ રકમ કબજે કરી છે. આ ઉપરાંત જામનગરમાં મયુર નગર વિસ્તારમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા જાવેદ જુમાભાઈ સહિત ૬ શખ્સોની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી ૫,૪૩૦ ની રોકડ રકમ કબજે કરી છે.

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમી રહેલા સંજીત રાજેશ્વરભાઈ પટેલ સહિત ચાર શખ્સોની અટકાયત કરી લઇ રૂપિયા ૧૬,૪૦૦ ની રોકડ તથા જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. આ ઉપરાંત દરેડ ખોડીયાર માતાજીના મંદિર પાસેથી જાહેરમાં જુગાર રમી રહેલા સુરજિત મદનભાઈ મોહંતો સહીત ત્રણ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૫૪૧૦ ની રોકડ રકમ કબજે કરી છે.

કાલાવડ શીતલા કોલોની વિસ્તારમાંથી જાહેરમાં વર્લીના આંકડા લખી રહેલા મહેશ ધમ ભાઈ પરમારની અટકાયત કરી લઈ રોકડ રકમ અને વરલી મટકાનું સાહિત્ય કબજે કર્યું છે. જ્યારે કાલાવડમાં પેટ્રોલ પંપ વિસ્તારમાંથી વરલી મટકાના આંકડા લખી રહેલા ધીરુભાઈ જયંતીભાઈની અટકાયત કરીલઈ વરલીનું સાહિત્ય અને રૂપિયા ૭૨૦૦ની રોકડ કબજે કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.