Abtak Media Google News
  • હેવાન બનેલા ગુરુ સામે ગ્રામ્ય પંથકમાં ફિટકાર

વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે  અમરેલી જિલ્લામા રાજુલા તાલુકાના ડુંગર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચરનાર શિક્ષકને પોલીસએ ગણતરીની કલાકોમાં ઝડપી લીધો.

Advertisement

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પંથકમાં શાળાના ગુરુજ હેવાન બન્યા માસૂમ વિદ્યાર્થીને એક શિક્ષક દ્વારા મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધી દુષ્કર્મ આચરતા પરિવાર દ્વારા પોલીસને જાણ કરતા પોલીસએ ઘટનાની ગંભીરતા દાખવી તાત્કાલિક ડુંગર પોલીસ સ્ટેશનમાં 376 હેઠળ પોકસોનો ગુન્હો નોંધાય આરોપી એક ખાનગી શાળાના શિક્ષક મોહિત જીંજાળા નામના વ્યક્તિની પોલીસએ ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડ હાથ ધરી આરોપી મોહિત જીજાળા શિક્ષક જે શાળામાં ફરજ બજાવે છે તે જ શાળામાં વિદ્યાર્થીની અભ્યાસ કરી રહી હતી અને વિધાર્થી સાથે દુષ્કર્મ આચરી જાનથી મારીનાખવાની ધમકી પણ આપી હતી હાલ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ છે આરોપી મોહિત જીજાળાની પોલીસ દ્વારા પૂછ પરછ શરૂ કરવામાં આવી છે અન્ય આરોપીઓ કોઈ સંડોવાયેલા છે કે કેમ.? તેને લઈ પોલીસ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.