Abtak Media Google News

પ્રેમ સંબંધ બાંધી વિશ્વાસ કેળવી વીડિયો કોલથી ક્લિપ બનાવી: મદદગારી કરનાર સામે નોંધાતો ગુનો

હળવદ યુવતીના બિભત્સ વિડીયોની  ક્લીપ ઉતારી વાયરલ કરવાનો બનાવ બન્યો હતો. પ્રેમી અને તેને મદદ કરનાર બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા તપાસના ચક્રો ગતિમાન

Advertisement

હળવદ પંથકમાં રહેતી યુવતીને હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા કિશનભાઇ દિનેશભાઈ નામના યુવાને વોટ્સએપ મારફતે યુવતી સાથે કોન્ટેક્ટ કરી યુવતીને વિશ્વાસમાં લઈ વોટ્સએપમાં વીડિયો કોલિંગ કરી યુવતીને કપડાં કઢાવી નગ્ન વિડીયો ઉતારી લીધો હતો.બાદમાં આ યુવાને યુવતી ને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી યુવતી પર અવારનવાર દુષ્કર્મ આચાર્યું હતું.અને આ વિડીયો પણ વાયરલ કરી દીધો હતો.

જેથી પીડિત યુવતીએ હળવદ પોલીસ માથે કે દગાખોર પ્રેમી કિશનભાઇ દિનેશભાઈ અને આ ગુનામાં મદદ કરનાર તેના મિત્ર અનિલભાઈ છગનભાઈ રહે રણજીતગઢ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 376 (2)(એન) આઈ.ટી એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા હળવદ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

હળવદ પંથકની અન્ય યુવતીઓના પણ આ જ પ્રકારે વિડીયો વાયરલ થયા હોય જેથી પીડિતાઓ આવા શખ્સો સામે ડર્યા વગર પોલીસ ફરિયાદ નોંધાવે તે જરૂરી છે. હળવદ પોલીસ દ્વારા આવા નરાધમ આવારા લુખ્ખા તત્વો રોમિયોને પકડી જાહેરમાં સરભરા કરે તેવી શહેરીજનોની માંગણી ઉઠવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.