Abtak Media Google News

પાંચ હજાર કે તેથી વધુ વેરો બાકી હોય તેવા હજારો બાકીદારોને ડિમાન્ડ નોટિસ ફટકારવાની કામગીરી શ‚: ચૂંટણી પૂર્ણ થતા જ ટેકસ બ્રાંચે હાર્ડ રીકવરી માટે ધોકો પછાડયો

વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચાર બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી કામગીરીમાંથી ટેકસ બ્રાંચ નવરી પડી છે ત્યારે ચાલુ સાલના બજેટમાં આપવામાં આવેલા તોતીંગ લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે ટેકસ બ્રાંચે હાર્ડ રીકવરી માટે શસ્ત્રો સજાવી લીધા છે. ૫૦૦૦ કે તેથી વધુનો વેરો બાકી હોય તેવા તમામ રીઢા બાકીદારોને ટેકસ બ્રાંચ દ્વારા ધડાધડ નોટિસો ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ લાખેણા બાકીદારોની મિલકતો સીલ કરવા અને મિલકતોની હરાજી કરવા માટેનો તખ્તો પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે. ટુંક સમયમાં કડક ઉઘરાણીની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

આ અંગે ટેકસ બ્રાંચના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ ચાલુ સાલના બજેટમાં ટેકસ બ્રાંચની રૂ.૨૫૦ કરોડનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. નાણાકીય વર્ષ પુરુ થવાના આડે હવે માત્ર ચાર મહિનાનો સમયગાળો બાકી રહ્યો છે ત્યારે હવે હાર્ડ રીકવરીનો દૌર શ‚ કરવામાં આવશે. ટેકસ બ્રાંચનો સ્ટાફ ચૂંટણી ફરજમાં રોકાયેલો હોવાના કારણે ડિમાન્ડ નોટિસ ફટકારવા સહિતની કામગીરી પર અસર પડી હતી. દરમિયાન પ્રથમ તબકકાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હવે હાર્ડ રીકવરીનો દૌર શ‚ કરી દેવામાં આવ્યો છે. શહેરના ૧૮ વોર્ડમાં ૪૦,૦૫૭ બાકીદારો એવા છે કે જેની પાસેથી ૫૦૦૦થી લઈ ૧૦,૦૦૦ સુધીનો વેરો બાકી રહે છે અને વેરાની આ રકમ રૂ૨૮.૧૯ કરોડ જેવી થવા પામી છે.

રૂ.૧૦ હજારથી લઈ ૨૫ હજાર સુધીનો વેરો બાકી હોય તેવા બાકીદારોની સંખ્યા ૩૯,૩૫૯ છે જેની પાસે ૬૨.૬૯ કરોડ રૂપિયા બાકી નિકળે છે. જયારે ૨૫ હજારથી લઈ ૫૦ હજાર સુધીનો વેરો બાકી હોય તેવા રીઢા બાકીદારોની સંખ્યા ૧૯,૭૬૭ છે. જેની પાસેથી રૂ.૭૦ કરોડ વેરો બાકી નિકળે છે. જયારે ૫૦ હજારથી લઈ ૧ લાખ સુધીનો બાકી વેરો હોય તેવા ૬૨૩૯ બાકીદારો પાસે રૂ.૪૪.૨૦ કરોડ લેણા નિકળે છે. ૧ લાખથી લઈ ૫ લાખ સુધીનો વેરો બાકી હોય તેવા ૨૭૮૨ રીઢા બાકીદારો પાસે રૂ.૫૧.૪૧કરોડ બાકી નિકળે છે ત્યારે ૫ લાખથી વધુ વેરો બાકી હોય તેવા બાકીદારોની સંખ્યા ૬૧૭ છે જેની પાસે ‚ા.૧૦૪ કરોડનો વેરો બાકી નિકળે છે. અનેકવાર તાકીદ કરવા છતાં વેરો ભરવાની તસ્દી ન લેનાર બાકીદારો સામે આ વખતે ટેકસ બ્રાંચ શ‚આતથી જ લાલઆંખ કરી છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ હવે બાકીદારોને ધડાધડ નોટિસ ફટકારવાનું શ‚ કરી દેવામાં આવ્યું છે.

ડિમાન્ડ નોટિસની સમય મર્યાદામાં વેરો ન ભરનાર બાકીદારો સામે હવે આકરી કાર્યવાહી કરાશે. જેમાં બાકીદારના ઘરનું નળ કે ડ્રેનેજ જોડાણ કાપી નાખવું, મિલકત સીલ કરવી કે મિલકત હરાજી જેવા આકરા પગલા લેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.