Abtak Media Google News

કદાવર પાટીદાર નેતા ગણાતા મનસુખ માંડવીયાની સૌરાષ્ટ્ર, સુરત અને ભાવનગર પંથક પર સારી પકડ અને સંગઠનનો પણ બહોળો અનુભવ

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે ભારતીય જનતા પક્ષની નેતાગીરી પ્રમુખ બદલવાનો વિચાર કરી રહી છે. હાલ ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી ઉપાડનાર જીતુભાઈ વાઘાણીને કેબીનેટમાં મંત્રીપદ આપવામાં આવે તેવી શકયતા છે. તેમને મંત્રી બનાવ્યા બાદ પ્રદેશ પ્રમુખની જવાબદારી મનસુખ માંડવીયાને સોંપવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.

મનસુખ માંડવીયા હાલમાં પ્રદેશ મહામંત્રીની જવાબદારઅણી નિભાવી રહ્યાં છે.

તેમને સંગઠનનો બહોળો અનુભવ છે. ઉપરાંત ભાવનગર,સુરત અને સૌરાષ્ટ્રમાં તેમની પાટીદારો પર સારી પકડ છે. તેમજ તેઓ હંમેશા બિન વિવાદાસ્પદ નેતા રહ્યાં છે. પરિણામે આ પદ માટે તેઓ યોગ્ય હોવાનું માનવામાં આવે છે. એક તરફ રાજયસભામાં તેમની મુદત પણ પુરી થવા જઈ રહી છે. માટે તેમને પ્રદેશ પ્રમુખનો તાજ આપી સંગઠનમાં વધુ સક્રિય બનાવવામાં આવશે.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને મંત્રી પદ સોંપવાનું નકકી જેવું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેઓ ભાવનગર વેસ્ટમાંથી સતત બીજી વખત ચૂંટાઈ આવ્યા છે.

વર્ષ ૨૦૧૬ના ઓગષ્ટ મહિનામાં વાઘાણીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાયા હતા. તેઓ ભાજપના સૌથી યુવા પ્રદેશ પ્રમુખ છે. તેમને કેબીનેટ મીનીસ્ટર બનાવાયા બાદ પ્રદેશ પ્રમુખની જગ્યા ખાલી પડશે. જયાં મનસુખ માંડવીયાને મુકવામાં આવે તેવી શકયતા છે. માંડવીયા કદાવર પાટીદાર નેતા હોય ભાજપને પાટીદાર આંદોલન મુદ્દે પણ રાહત થાય તેવી અપેક્ષા સેવવામાં આવી રહી છે.

મનસુખ માંડવીયા પાસે સંગઠનનો બહોળો અનુભવ છે. તેઓ પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યાં છે. સુરત અને સૌરાષ્ટ્ર તેમજ ભાવનગર પંથકમાં તેમની બોલબાલા છે. માટે તેમને પ્રદેશ પ્રમુખની જવાબદારી સોંપાશે તેવા એંધાણ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.