Abtak Media Google News

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા ઉષાબહેન જાની અમૃત મહોત્સવ અન્વયે પીજીવીસીએલના સેક્રેટરી સુધીરભાઇ ભટ્ટની અઘ્યક્ષતામાં યોજાયો કાર્યક્રમ.

સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશનની ઉપક્રમે છેલ્લા આઠ વર્ષથી ઉષાબહેન જાની અમૃત મહોત્સવ અન્વયે ગ્રામીણ અને શહેરી વિસ્તારની આર્થિક જ‚રિયાતમંદ અને અભ્યાસમાં તેજસ્વી બાળાઓને ઉચ્ચ શિક્ષણ માટે સ્કોલરશીપ આપવામાં આવે છે. કાર્યક્રમની સફળતાથી પ્રેરાયને પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી પ્રોજેક્ટના આર્થિક સહયોગથી ઇન્સ્ટિટ્યુટ ઓફ ક્વોલિટી એજ્યુકેશનમાં સ્કોલરશીપ ચેક વિતરણના કાર્યક્રમનું આયોજન પીવીવીસીએલના કંપની સેક્રેટરી સુધીરભાઇ ભટ્ટની અઘ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.

અઘ્યક્ષ સુધીરભાઇ ભટ્ટે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન છેલ્લા પચાસ વર્ષથી શિક્ષણક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારમાં બાળકોના વિકાસ માટે આ સંસ્થા દ્વારા ચાલતી સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સની પ્રવૃત્તિ અમે પ્રત્યક્ષ જોઇ છે. આ વિસ્તારની વિદ્યાર્થીનીઓની આર્થિક પરિસ્થિતિ જોતા તેમના મા-બાપ તેમને કઇ રીતે ભણાવતા હશે તેનો વિચાર આવ્યો. આ બાળાઓને ધોરણ-૮ પછીનો અભ્યાસ પડતો મૂકવો પડે તેવા સંજોગો જોઇને અમારાથી શક્ય તેટલો આર્થિક સહયોગ આપી તેજસ્વી બાળાઓને ઉચ્ચ અભ્યાસ કરાવવો તેવુ પીજીવીસીએલ દ્વારા નક્કી કર્યુ છે. સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા ચાલતા આ કાર્યક્રમમાં છેલ્લા બે વર્ષથી અમને સહભાગી થવાની તક આપવા બદલ આ સંસ્થાના સંસ્થાપક ગુલાબભાઇ જાનીનો આભાર વ્યક્ત કરુ છુ.પીજીવીસીએલના ચીફ ફાઇનાન્સીયલ મેનેજર અને કાર્યક્રમના અતિથિવિશેષ મજેઠિયા સાહેબે બાળાઓને ઉદ્દેશીને જણાવ્યું હતુ કે, અમે આશા રાખીએ કે આ સ્કોલરશીપ પ્રાપ્ત કરી તમે ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ પૂરો કરજો અને આગળ અભ્યાસ કરી સ્વાવલંબન પ્રાપ્ત કરજો.

સ્કોલરશીપ વિતરણના કાર્યક્રમમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની ૨૩ વિવિધ શાળાઓની ૯૭ બાળાઓને પીજીવીસીએલના અધિકારીઓના હસ્તે ‚પિયા છ લાખ એક હજારના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

સંસ્થા દ્વારા ચાલતા વંચિત ક્ધયાઓના ઉત્કર્ષના આ કાર્યક્રમથી પ્રોત્સાહિત થઇને સિસ્ટર નિવેદિતા સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અનિશભાઇ મહેતા દ્વારા ‚ા.પચાસ હજારનો ચેક સંસ્થાના સંસ્થાપક ગુલાબભાઇ જાનીને અર્પણ કરાયો હતો.કાર્યક્રમમાં પીજીવીસીએલના હ્યુમન રિસોર્સ વિભાગના ઇન્ચાર્જ જનરલ મેનેજર કટારા ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.