Abtak Media Google News

૨૦૧૩ થી યુજીસી અને એઆઇસીટીઇ દ્વારા માનવ સંશાધન વિકાસ મંત્રાલયના નેજા હેઠળ ચાલુ થયેલો આ કોર્સ ધોરણ ૧૨ના વિઘાર્થીઓને ભણવાની સાથે અનુભવ પ્રેકટીકલ નોલેજ અને રોજગારી અપાવતો બી.વોકનછ કોર્ષ મેનેજમેન્ટ ક્ષેત્રે ખુબ ઉપયોગી છે. દ્રોણા ફાઉન્ડેશનમાં ચાલી રહેલા કોર્ષના વિઘાર્થીઓએ સ્કીલ ઇન્ડિયા અંગે જાગૃતિ લાવવા રવિવારે સાયકલ રેલીનું આયોજન કર્યુ છે જે અંગે વિગત આપવા તેઓએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ઉપરાંત ધો.૧૦ અને ૧રમાં ભણતા વિઘાર્થીઓ સ્કીલ ઇન્ડિયા થકી મળનારા અન્ય કોર્ષ અને લાભો વિશે પણ અજાણ છે. તો આ અંગે વધુ જાગૃતિ ફેલાય અને વધુને વધુ વિઘાર્થીઓ વોકેશનલ એજયુકેશન એટલે કે રોજગાર લક્ષી શિક્ષણ તરફ આગળ વધે અને ખાલી ચોપડીયા જ્ઞાનને વળગીના રહે એ માટે વિઘાર્થીઓએ પોતે જ જાગૃતિ લાવવાનું શરુ કરી દીધું છે.

રાજકોટના સિસ્ટર નિવેદીતા એજયુકેશન કોમ્પ્લેક્ષ ખાતે બી.વીઓસી ભણી રહેલાઓ વિઘાર્થીઓ રવિવારનારોજ સવારે ૮ વાગ્યે રાજકોટના કિશાનપરા ચોકથી સાયકલ રેલી લઇ નીકળશે. વિઘાર્થીઓનું માનવું છે કે જો વધુમાં વધુ લોકો સુધી આ મેસેજ પહોચાડી શકાય તો એમને જે વોકેશનલ એજયુકેશન નો લાભ મળ્યો એ બીજા વિઘાર્થીઓને પણ મળી શકે.

વિઘાર્થીઓએ ધો.૧૦ અને ૧ર ના વિઘાર્થીઓને બોર્ડ એકઝામમાં મદદ કરવા માટે એક વોટસએપ હેલ્પ લાઇનનું પણ આયોજન કર્યુ છે. જે બોર્ડના વિઘાર્થીઓને એકઝામ ટીપ્સ, ઇમ્પોર્ટન્ટ કવેશ્ર્વન, પેપર સોલ્યુશન, સબ્જેકટ ટીપ્સ, સ્ટ્રેસ રીમુવલ ટીપ્સ વગેરે પરીક્ષા ના છેલ્લા મહત્વના દિવસોમાં વોટસએપ દ્વારા મળી રહે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.