Abtak Media Google News

૧૫૦ વિઘાર્થીનીઓ માટે સુવિધા ઉપલબ્ધ: ૭ સેક્ધડમાં સેનેટરી પેડ ડીસ્ટ્રોય પણ કરી દેવાશે

વિનોબા ભાવે પ્રાથમીક શાળામાં સેનેટરી પેડ વેન્ડીંગ મશીન અને ઇન્સીલીરેટર મશીન મુકવામાં આવ્યા છે. વિનોબા ભાવે પ્રાથમીક શાળા ગુજરાતની પ્રથમ પ્રાથમીક શાળા છે. જયાં આ મશીનો મુકવામાં આવ્યાં છે. આ શાળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતી ૧૫૦ વિઘાર્થીનીઓ સેનેટરી પેડનો ઉપયોગ કરી શકશે. Vlcsnap 2018 02 17 12H32M15S138

અબતક સાથેની વાતચીત દરમિયાન વિનોબા ભાવે પ્રાથમીક શાળાના આચાર્ય વનિતાબેન રાઠોડએ જણાવ્યું કે, અમારી પ્રાથમીક શાળા ગુજરાતની પ્રથમ પ્રાથમીક શાળા છે. જયાં સેનેટરી વેનડીંગ મશીન અને સેનેટરી પેડને ડિસ્ટ્રોઇ કરવા માટે ઇન્સીલીરેટર મશીન મુકવામાં આવ્યાં છે. વધુમાં જણાવ્યું કે કિશોરીઓને બહાર સેનેટરી પેડ લેવા જવામાં સંકોચ થતો હોય છે.Vlcsnap 2018 02 17 12H33M15S131

અને તે એનો ઉપયોગ પણ ઓછો કરતી હોય છે. તો તેના માટે અમે સેનેટરી નેપકીન પેડ અમે શાળામાંથી જ ઉ૫લબ્ધ કરાવીએ તો તે માટે અમારી શાળાને જીએસટી, એકસાઇઝ કમીશનેટ એ દતક લીધેલ છે. તો અમે એમના મીતેશભાઇ ‚પારેલીયાની સલાહ હતી અને અમે તરત જ અપનાવી લીધી હતી જો આવું અમારી વિઘાર્થીનીઓ માટે થાય તો અમારી શાળામાં ૧પ૦ થી વધુ વિઘાર્થીનીઓ છે. જેને ખુબ જ ઉપયોગી થશે. પર્યાવરણની માવજત માટે અને સ્વચ્છતા માટે બંને મશીન આપણા માટે ઉપયોગી છે. એક વેનડીંગ મશીન જેમાંથી પેડ પ્રાપ્ત થાય અને તેને નિશુલ્ક પેડ આપવામાં આવશે. અને બિંજુ મશીન જે અતિ મહત્વનું છે. સેનેટરી પેડનો નાશ કરવાનો છે. તો ખુબ જ હડસ્ટે્રકલ છે. જેને રદ કરવું ખુબ જ અધરું છે. તો બિજુ મશીન એવું છે જેમાં પેડ નાખતા ૭ સેક્ધડમાં જ તેનું ડિસ્ટોય થઇ જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.