Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિના રંગે રંગાયેલા ઓશો સંન્યાસી મા પ્રેમ નઝીલા અને સત્યપ્રકાશ અબતકના આંગણે

મુળ ઈરાનના અને હાલ યુ.એસ.એ.ના કેલીફોનિયામાં રહેતા ઓશો સંન્યાસી મા પ્રેમ નઝીલા છેલ્લા ઘણા વર્ષોથી ભારત સાથે ધરોબો ધરાવે છે. તેઓના ભારતીય સાંસ્કૃતિક પ્રત્યે ખુબ લગાવ છે. છેલ્લા ૯ વર્ષથી તેઓ દર વર્ષે રાજકોટના ઓશો ધ્યાન કેન્દ્રની મુલાકાતે અચુકપણે આવે છે. ઓશો સંન્યાસી મા પ્રેમ નઝીલા સાથે સત્યપ્રકાશજીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

અબતક સાથેની વાતચીતમાં મા પ્રેમ નઝીલાએ જણાવ્યું કે, ઓશો એટલે ઓશિયન ઓફ એનર્જી. વધુમાં તેઓએ ભારત વિશે જણાવ્યું કે, અહીંના લોકો આશાવાદી, આધ્યાત્મિક અને ખુશાલ છે. જયારે હું અભ્યાસ કરતી હતી ત્યારે ધર્મ અને આધ્યાત્મિકતા પ્રત્યેની રુચિના કારણે હું ભારત આવી પહોંચી હતી. ભારતના લોકો ખુબ શ્રદ્ધાળુ છે. હું કોઈપણ મંદિરમાં જાવ તો મને એક જીવંત ઉર્જાની અનુભૂતિ થાય છે.

ભારતની ભૂમિ એ સાધુઓની ભૂમિ છે. ૨૧મી સદીમાં ભારત પુરઝડપે વિકાસ કરી રહ્યો છે. તમામ જગ્યાએ અદ્યતન ટેકનોલોજીએ સ્થાન લઈ લીધું છે છતાં પણ હજુ ભારતની માટીમાં ભકિતની સુગંધ અકબંધ છે.

મા પ્રેમ નઝીલાએ વધુમાં ઉમેર્યું હતું કે, તેઓએ જયારે ઓશોના આધ્યાત્મિક વિચારો વિશે જાણ્યું ત્યારે લાગ્યું કે, તેઓને ઓશો સાથે કંઈક તો કનેકશન છે. ઓશો કહેતા કે ભગવાને માનવજાતને ઘણી ભેટો આપી છે. ઓશો તેના અંગત જીવન અને આધ્યાત્મિક જીવન વચ્ચે જે બેલેન્સ રાખતા તેના પરથી ઘણુ શીખવા જેવું છે. ઓશો પાસે તમામ ક્ષેત્રની સુક્ષમ માહિતી પણ રહેતી. મારા માટે ઓશો એ ઉર્જાનો મહાસાગર છે. હું તેને દરેક જગ્યાએ અનુભવુ છું. ઓશો ઉર્જા સ્વ‚પે હંમેશા મારી સાથે રહે છે. વધુમાં તેઓએ ધ્યાન વિશે જણાવ્યું હતું કે, ધ્યાનથી ઘણા ફાયદા છે. આજે સમગ્ર વિશ્ર્વ તણાવમુકત થવા માટે ધ્યાનનો સહારો લઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.