Abtak Media Google News

પ્રમુખ, ઉપપ્રમુખ, લાઈબ્રેરી સેક્રેટરી, મહિલા સભ્યમાં દ્વિપાંખીયો જંગ  કારોબારીમાં ૧૭ મળી ૨૬ ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ  સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર બિનહરીફ: સમરસ પેનલની જીત નિશ્ર્ચિત

રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણીનું કોર્ટ બિલ્ડીંગમાં આજે સવારથી મતદાનનો પ્રારંભ સાથે સિનિયર-જુનિયર એડવોકેટ દ્વારા ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં આશરે ૬૭ટકા મતદાન નોંધાયું હતું. Dsc 1462

‘વન બાર વન વોટ’ મુજબ ૧૯૫૦ મતદારયાદી પ્રમાણે યોજાયેલી બાર એસોસીએશનની ચૂંટણી પૂર્વે ‘સમરસ’ પેનલના ત્રણ હોદેદારો બિનહરીફ થયા. જયારે પ્રમુખ તરીકે અનિલભાઈ દેસાઈની જીત નિશ્ર્ચિત મનાઈ રહી છે. પ્રમુખ, ઉપપ્રમુખ, લાઈબ્રેરી સેક્રેટરી, મહિલા કારોબારી સભ્ય વચ્ચે દ્વિ-પાંખીયો અને નવ કારોબારી સભ્યમાં ૧૭ સભ્યો વચ્ચે યોજાયેલું ચુંટણીનું મતદાન યોજાયું હતું.બાર એસોસીએશનની ચૂંટણીમાં સિનિયર એડવોકેટો દ્વારા ‘સમરસ પેનલ’ મેદાનમાં ઉતારી હતી.11

જેમાં પ્રમુખ તરીકે અનિલ દેસાઈ, ઉપપ્રમુખ સી.એચ.પટેલ, સેક્રેટરી દિલીપ જોષી, જોઈન્ટ સેક્રેટરી રૂપરાજસિંહ પરમાર, ટ્રેઝરર અશ્ર્વિન ગોસાઈ, લાઈબ્રેરી સેક્રેટરી જતીન વિનોદભાઈ, મહિલા કારોબારીમાં મિનાક્ષીબેન અને નવ કારોબારી સભ્યમાં ડાંગર વિમલ, રોહિત ધીયા, પીપળીયા અજય, પરમાર આનંદ, રાણીંગ વિપુલ, સરધાર એન્જલ નંદકિશોર અને ઝાલા પિયુષે ઉમેદવારી નોંધાવી છે.Dsc 0591 1

જયારે ચુંટણી પહેલા સમરસ પેનલના સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી અને ટ્રેઝરર બિનહરીફ થયા હતા. જયારે પ્રમુખપદમાં અનિલ દેસાઈની જીત નિશ્ર્ચિત મનાઈ રહી છે.તેમજ ઉપપ્રમુખમાં સી.એચ.પટેલ અને બકુલ રાજાણી, લાયબ્રેરી સેક્રેટરીમાં જોષી મોનીષ અને ઠકકર વચ્ચે જંગ અને મહિલા કારોબારી મળી ૧૦ કારોબારી બેઠકમાં ૧૯ ઉમેદવારોનું ભાવી મતપેટીમાં સીલ થયું છે અને સાંજે મતગણતરી હાથ ધરવામાં આવશે.

સિનિયર એડવોકેટો નિરંજનભાઈ દફતરી, કમલેશ શાહ, પિયુષ શાહ, ભગીરથસિંહ ડોડીયા, શાંતુભાઈ, સંજય વ્યાસ, મનીષભાઈ ખખ્ખર, શ્યામલ સોનપાલ, તુષાર ગોકાણી જયારે મહિલા એડવોકેટોમાં ભાવનાબેન જોષીપુરા, મહેશ્ર્વરીબેન, અમિતાબેન, બિનલબેન રવેસીયા, અમૃતા ભારદ્વાજ, ચેતનાબેન કાછડીયા અને પન્નાબેન તેમજ રમેશ ‚પાપરા, ઉમેશભાઈ રાજયગુરુ, અશોક ડાંગર, વિપક્ષના પૂર્વ નેતા ગાયત્રીબેન વાઘેલા, કોંગી અગ્રણી અશોકસિંહ વાઘેલા, પરકીન રાજા, રાજદીપસિંહ જાડેજા, જીજ્ઞેશ જોષી, જીતેન્દ્રભાઈ રાવલ અને પ્રદીપ ડવ સહિત કાયદાના તજજ્ઞોએ પોતાને મળેલો મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

 

બહુચર્ચીત વન બાર વન વોટના મુદે પાખુ મતદાન

રાજકોટ બાર એસોસિએશનની વર્ષ ૨૦૧૮-૧૯ની ચૂંટણીમાં પાખુ મતદાન થયું હતુ. પાખા મતદાન પાછળ વન બાર વન વોટના મુદાને કારણભૂત ગણાવવામાં આવી રહ્યું છે. રાજકોટ બાર એસોસિએશનની વર્ષ ૨૦૧૬-૧૭ની ચૂંટણી સમયે ૩૪૦૦ જેટલા એડવોકેટ સભ્ય દ્વારા મતદાન થયું હતું પણ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના વન બાર વન વોટના નિયમ લાગુ પાડવામાં આવતા ગત વર્ષે ચૂંટણી જ યોજી શકાય ન હતી. ૨૦૧૮-૧૯ની ચૂંટણીની વન બાર વન વોટ મુજબ મતદાર યાદી તૈયાર કરવામાં આવી ત્યારે મતદારોની સંખ્યા અડધી એટલે કે માત્ર ૧૯૫૫ થઇ ગઇ હતી અને તેમાં પણ ૫૦ ટકા જેટલું મતદાન થતા એકાદ હજાર જેટલા એડવોકેટ દ્વારા જ મતદાન કર્યુ હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.