Abtak Media Google News

કેશ ટ્રાન્ઝેકશન બે લાખથી વધશે તો થશે ૧૦૦ ટકા દંડ રકમ સ્વીકારનારે ચૂકવવો પડશે

કેન્દ્ર સરકારે રોકડની લેવડ-દેવડની મર્યાદા ત્રણ લાખથી ઘટાડીને બે લાખ કરવાની દરખાસ્ત ધરાવતુ બીલ ગઈકાલે લોકસભામાં રજુ કર્યું હતું. દરખાસ્ત મુજબ ‚ા.બે લાખથી વધુની રોકડ લેવડ-દેવડ બદલ ૧૦૦ ટકા સુધીનો દંડ રકમ સ્વિકારનાર વ્યકિતઓ ચુકવવો પડશે.

એનઆરઆઈસિવાય અન્ય વ્યક્તિને ૩૧ માર્ચ સુધી જૂની નોટ આરબીઆઈમાં જમા કરાવવાની તક કેમ ના મળી. તે અંગે કેન્દ્ર તરફી હાજર અટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે હવે કાયદો બની ગયો છે. પીએમનું નિવેદન કાયદાી પર ની. તેઓ ચાહીને પણ આની તારીખ ના વધારી શકે. તેની સામે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઇશ્યૂ કરીને તેનું કારણ પૂછ્યું હતું.

આગામી સુનાવણી ૧૧ એપ્રિલે શે. જસ્ટિસ જે.એસ. ખેહરની અધ્યક્ષતા હેઠળની બેન્ચે મામલે સરકાર પાસે સ્પષ્ટતા માગી હતી.

કેન્દ્ર સરકારે મંગળવારે બજેટમાં રોકડ લેવડ-દેવડ માટે પ્રસ્તાવિત ૩ લાખની મર્યાદાના સને ૨ લાખ કરવા સંબંધિત નવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. સરકારે તે સો નાણા બિલમાં અનઅપેક્ષિત રીતે ૪૦ જેટલા નવા સુધારા પણ પ્રસ્તાવિત કર્યા છે. લોકસભામાં મંગળવારે નાણાબિલને વિચારણા માટે હા પર લેવાયું ત્યારે ટીએમસી, બીજેડી અને આરએસપી જેવા પક્ષોએ બિલમાં ૪૦ નવા સુધારા લાવવા સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે સુધારા પાછલા બારણે પ્રવેશના રૂપમાં લવાઇ રહ્યા છે.

કંપ્નીઝ એક્ટ, એમ્પ્લોઈસ પ્રોવિડન્ટ ફંડ એક્ટ, સ્મગલિંગ એન્ડ ફોરેન એક્સચેન્જ એક્ટ, ટ્રાઇ એક્ટ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી એક્ટમાં સુધારાઓ નાની ટ્રિબ્યુનલ્સને મોટીમાં સામેલ કરીને તેમની સંખ્યા ૪૦ી ઘટાડીને ૧૨ કરીને તેમના કામકાજને વધારે દક્ષ બનાવવા માટેના આશયી કરવામાં આવી રહ્યા છે. જોકે વિપક્ષના વિરોધને સ્પીકરને ફગાવી દીધો હતો.

સરકારે લોકસભામાં રજૂ કરેલા નાણાબિલના સુધારા બાદ મહેસૂલ સચિવ હસમુખ અઢિયાએ ટ્વિટ કરીને તેની જાણકારી આપી હતી. કેન્દ્ર સરકારે બ્લેક મની પર લગામ લગાવવા માટે રચાયેલી એસઆઇટીની ભલામણને આધારે બજેટમાં ૩ લાખી વધુ રકમની રોકડ લેવડ-દેવડ સામે પ્રતિબંધ લદાઇ હતી. જે નિયમની શરૂઆત ૧ એપ્રિલી વાની હતી. પણ હવે તે મર્યાદા ૨ લાખ ઇ ગઇ છે. એટલે કે હવે તમે કોઇની પાસેી ૨ લાખ કરતા વધારે રોકડરકમ સ્વીકારી નહીં શકો, અને જો તેનાી વધારે રોકડ રકમ સ્વીકાર કરશો તો તમારે ૧૦૦ ટકા દંડ ચૂકવવો પડશે.

આને રીતે સમજો કે જો તમે કોઇની પાસેી ૪ લાખ રોકડ લેશો તો તમારી ૪ લાખ દંડ પણ ચૂકવવો પડશે. દંડ રકમ સ્વીકારનારી વ્યક્તિ પર લાગશે.૧લી એપ્રિલી અમલ, કાળા નાણાને અંકુશમાં લેવા એક સો ૪૦ સુધારા સોનું નવું નાણા બિલ લોકસભામાં રજૂ કરાયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.