Abtak Media Google News

સિવિલ સર્જન અને આગેવાનોને સાથે રાખી બેઠકના દોરમાં તમામ પ્રયાસ નિષ્ફળ

 

જૂનાગઢ સીવીલ હોસ્પિટલમાં આઉટ શેટસના કર્મચારીઓની ચાલી રહેલી હડતાલ ગઈકાલે હડતાલના છેલ્લા દિવસે એજન્સીનાં પ્રતિનિધિઓ દ્વારા સવારથી જબેઠકોનો દોર શ‚ કરવામાં આવ્યો હતો આઉટઠ સોટસ વર્ગ ૪ના કર્મચારીઓના કહેવાતા પ્રતિનિધિઓ આગેવાની લઈ આ બેઠકોમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે હોસ્પિટલ વહીવટી તંત્રનાં સુપ્રીટેન્ડેન્ટ સુખાનંદીએ પણ મધ્યસ્થી કરવા પ્રયત્ન કર્યો હતો. તામમ આગેવાનો અધિકારીઓ અને એજન્સીનાં પ્રતિનિધિઓના હડતાલ ખતમ કરવાનાં તમામ પ્રયત્નો નિષ્ફળ નિવડતા ગઈકાલે સાંજના સુમારે એજન્સી દ્વારા પોલીસ પ્રોટેકશન માંગી નવી ભરતીની શ‚આત કરવામાં આવતા હોસ્પિટલ કર્મચારી વર્ગમાં રીતસર સોપો પડી ગયો હતો.

આ અંગે સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સીવીલ હોસ્પિટલ તેમજ મેડીકલ કોલેજનાં આઉટ શોટસથી કામ કરતા વર્ગ ૪ ના કર્મચારીઓ પોતાની અલગ અલગ માંગોને લઈ હડતાલ પર બેઠા હતા.

આ બેંકોમાં પગાર વધારાની માંગને એજન્સી દ્વારા લઘુતમ વેતનના ધશરાધોરણ મુજબ પગાર અપાતા હોય છતા પણ આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવાની બાંહેધરી આઉટ શોટસથી કામ કર્તા લગભગ કર્મચારી પુરતુ શાક્ષર જ્ઞાન ન હોવાના કારણે ઈપીએફ તથા ઈએસઆઈનું પૂરતુ જ્ઞાન આપવા માટે એજન્સી દ્વારા ડેમો સાથેની ટ્રેનીંગની બાંહેધરી કર્મચારીઓની વેજ સ્લીપમાં કર્મચારીઓએ માંગ્યામુજબ આપવાની બાંહેધરી અગાઉ લેખીત ફરિયાદો બાદ છૂટા કરેલા કર્મચારીઓને અન્ય કોઈ જગયા કે કામ આપી તેમની સાથે પણ ન્યાયીક અભીગમ અપનાવવાની બાંહેધરી તેમજ હડતાલના દિવસો દરમિયાનમાં પણ સમાધાનકારી વલણ અપનાવી આ દિવસોમાના પણ દિવસોનો પગાર આપવાની બાંહેધરી ઈચ્છીત સમય મુજબ સળંગ ડયુટી આપવાની બાંહેધરી સહિતની માંગો એજન્સીનાં પ્રતિનિધિઓ દ્વારા સ્વીકારાયા બાદ પણ હડતાલ પર બેઠેલા કર્મચારીઓમાંથી પણ ઘણા બધા કર્મચારીઓ નવા સેટઅપમાં ગોઠવાઈ જવા તૈયાર થ, ગયા હતા.એજન્સીનાં આધારભૂત સુત્રોમાંથી વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતુ કે કર્મચારીઓની લગભગ તમામ માંગો સ્વીકારી લેવા છતા હડતાલ બેઠેલા કર્મચારીઓ અને આગેવાનો જીદ પર અડગ રહેતા આ આકારો નિર્ણય લેવો પડયો છે. જે માંગો નથી સ્વીકારી શકાય તે ગવર્મેન્ટના ધારા ધોરણો અને નીતિ નિયમોને અનુસરવા ફરજીયાત હોય તે માટે થઈ ગેર વ્યાજબી માંગો સ્વીકારી શકાય તેમ ન હોવાનું જણાવ્યું હતુ બાકી લગભગ તમામ માંગો સ્વીકારી લેવા છતા પણ પ્રશ્ર્નો ન ઉકેલાતા આખરે આકરા નિર્ણયો લેવા પર આવવાની વાત તેમણે ઉચ્ચારી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.