Abtak Media Google News

હૌંસલો કી ઉડાન: માત્ર ૧૬ વર્ષની વયે તેણે સ્ટુડન્ટ પાયલોટ લાઈસન્સ મેળવ્યું હતું

ભારતની સૌથી યુવા વિદ્યાર્થીની પાયલોટ હવે પેસેન્જર પ્લેન ઉડાવશે અત્યારે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. મહિલા સશકિતકરણની મુહિમ ચાલી રહી છે ત્યારે આ યુવા વિદ્યાર્થીની પાયલોટની સિધ્ધિ અન્ય મહિલાઓ માટે અવશ્ય પ્રેરણા‚પ બનશે તે નકકી છે.

આયેશા અઝીઝ નામની આ યુવા પાયલોટ માત્ર ૨૧ વર્ષની જ છે. આટલી નાની વયે પેસેન્જર પ્લેન મેનેજ કરનારી એટલે કે ઉડાવનારી વિશ્ર્વની તે પ્રથમ મહિલા બની છે.

પેસેન્જર એરક્રાફટ ઉડાવવાનુ તેને સીપીએલ એટલે કે કોમર્શિયલ પાયલોટ લાયસન્સ મળી જો આ ચંગેન્સ્ટ લેડી પાયલોટ મૂળ મુંબઈની છે. આજે શુક્રવારે રેહમાની ગ્રુપ મુસ્લિમ સમુદાય વતી મુંબઈના મરીન લાઈન્સ સ્થિત ઈસ્લામ જીમખાના ખાતે આયેશા અઝીઝને પુરસ્કૃત કરશે કેમ કે તેણે મુસ્લિમ સમુદાયનું ગૌરવ વધાર્યું છે.

ઉલ્લેખનીય છે કે માત્ર ૧૬ વર્ષની વયે ૨૦૧૧માં આયેશાએ સ્ટુડન્ટ પાયલોટ લાઈસન્સ મેળવ્યું હતુ આ પણ એક સિધ્ધિ જ કહેવાય કેમકે ૧૬ વર્ષની વય એટલે ટીન એજ પરંતુ ટીનએજ માણવાના બદલે આયેશાએ પોતાના ગોલ પર ફોકસ કર્યું અને સ્ટુડન્ટ પાયલો લાયસન્સ મેળવવા માટેની ક્ષમતા કેળવી લીધી. આયેશા હવે આકાશ સાથે વાતો કરશે તે નકકી છે.

આયેશાએ બોમ્બે ફલાઈંગ કલબમાંથી એવિએશનમાં ગ્રેજયુએશન કર્યું છે. આ દરમિયાન સિંગલ એન્જીન એરક્રાફટ ઉડાવવાનો ૨૦૦ કલાકની ટ્રેનીંગ લીધી છે. આયેશા તેની સફળતાની ક્રેડિટ પિતા અબ્દુલ અઝીઝને આપે છે. તેણે ૨૦૧૨માં નાસાની મુલાકાત દરમિયાન એસ્ટ્રોનોટ સુનિતા વિલિયમની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.