Abtak Media Google News

કેશોદના ઈન્દીરા નગર વિસ્તાર પાણીથી વંચિત
કેશોદના ઈન્દીરા નગર વિસ્તારમાં 200 પરિવારો રહે છે તેને નળ કનેકશન આપવામાં આવ્યા નથી 

કેશોદના એનપી કોલેજ સામે આવેલ ઈન્દીરા નગર ધાર વિસ્તારમાં આશરે 200 પરિવારો રહે  છે આ વિસ્તારમાં એક પણ ઘરમાં નગરપાલિકા દ્વારા આજ દિવસ સુધી નળ કનેકશન આપવામાં આવેલ નથી આ વિસ્તારના મોટા ભાગના રહેવાસીઓ મજુર વર્ગ છે.

જેથી પરિવારના સભ્યો મજુરી કામે ગયા હોય ત્યારે વિદ્યાર્થીઓને મજબુરીથી પાણી ભરવા જવું પડે છે જેથી તેમનો અભ્યાસ પણ બગડે છે અને આ વિસ્તારના લોકોને એક કીલો મીટર દુર ભરડીયામાં પાણી ભરવા જવું પડે છે. જ્યાંથી પણ પાણી ભરવા દેવામાં ન આવે તો આ વિસ્તારના લોકોની હાલત ડફોડી થઈ જાય તેવી છે.

તેમજ મજુર વર્ગને પાણી વેચાતું લેવુ પડશે તેવો પ્રશ્ન ઉભો થઈ શકે છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં પાણીની સમસ્યાછે જે આવનારા દિવસોમાં વિકટ પરિસ્થિતિ ઉભી થશે તેથી આ વિસ્તારના લોકોને તંત્ર દ્વારા પાણીની સુવિધા આપવામાં આવે તેવી ઈન્દીરા નગરના રહેવાસીઓ માંગણી કરી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.