Abtak Media Google News

નજરબાગ રેલવે સ્ટેશને શનિવારે સાંસદ વિનોદ ચાવડાના હસ્તે કોમ્પ્યુટરાઈઝડ રિસર્વેશન ટીકીટ પદ્ધતિ તેમજ અન્ય સુવિધાઓનું લોકાર્પણ

મોરબીના નજરબાગ રેલવે સ્ટેશન ખાતે આગામી શનિવારે સાંસદ વિનોદ ચાવડા દ્વારા કોમ્પ્યુટરાઈઝડ રિસર્વેશન અને નોન રિઝર્વેશન ટીકીટ પદ્ધતિ અને અન્ય સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.આ તકે રાજકોટ રેલ મંડળના પ્રબંધક પી.બી.નિનાવે ખાસ ઉપસ્થિત રહેશે.

મોરબી શહેર થી ૨ કિલોમીટરના અંતરે આવેલા નજરબાગ રેલવે સ્ટેશને આગામી તા. ૭ને શનિવારે સવારે ૧૦ કલાકે વિવિધ સેવાઓનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. પ્લેટફોર્મ નં.૧ ઉપર આયોજીત આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા અને રાજકોટ રેલ મંડળના ડીઆરએમ પી.બી.નિનાવેની ઉપસ્થિતિમાં કોમ્પ્યુટરાઈઝડ રિઝર્વેશન અને નોનરિઝર્વેશન ટીકીટ પદ્ધતિનું તેમજ સામાન્ય યાત્રિકો તથા દિવ્યાંગ યાત્રિકો માટે ટોઇલેટ બ્લોક , આર ઓ વોટર પ્લાન્ટ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવશે.આ સાથે પ્લેટફોર્મ નંબર ૧ તથા તેના કવર શેડની રીનોવેશન કામગીરી કરવામાં આવી છે તેનું નિરીક્ષણ પણ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેના રાજકોટ મંડળમાં ૬ રિઝર્વેશન ઓફિસ, ૫ નોન રેલ હેડ રિઝર્વેશન ઓફિસ, ૪૭ રિઝર્વેશન ટિકિટ પદ્ધતિ કેન્દ્ર, ૧૫ રિઝર્વેશન અને નોન રિઝર્વેશન ટિકિટ પદ્ધતિ કેન્દ્ર કાર્યરત છે અત્યારસુધી નજરબાગ સ્ટેશનમાં ફક્ત નોન રિઝર્વેશન ટિકિટનું જ બુકિંગ થતું હતું. ત્યારે હવેથી મુસાફરો રિઝર્વેશન ટીકીટનું પણ બુકિંગ કરાવી શકશે.આ ટિકિટ બુકિંગ નું કાઉન્ટર અઠવાડિયાના તમામ દિવસોમાં કાર્યરત રહેશે. ૫:૩૦ થી ૧૪:૦૦ સુધી તેમજ ૧૪:૩૦ થી ૨૩:૦૦ સુધી ટિકિટ બુકિંગ કરાવી શકાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.