Abtak Media Google News

બીસીસીઆઈના ફિઝિઓથેરાપીસ્ટની ફરિયાદ થી પોલીસની ત્વરિત કાર્યવાહી

મોરબીમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ફિઝિઓથેરાપીસ્ટના પ્લોટ પર કબજો કરવા ધાકધમકી આપનાર ૯ શખ્સોની ધરપકડ પકડ કર્યા બાદ પોલીસે આ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માટે જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.

Img 20180406 Wa0026મોરબીના યોગીપાર્કમાં આવેલા બીસીસીઆઈના ફિઝિઓથેરાપીસ્ટ યોગેશભાઈ પરમારના પ્લોટને પચાવી પાડવા માટે ૯ શખ્સોએ સાથે મળી તેમના પરિવારને ધાક ધમકી આપી હતી. જેની ફરિયાદ નોંધાવતા એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. બાદમાં અન્ય ૬ આરોપીને પણ પકડી પાડ્યા હતા.

Img 20180406 Wa0028ગઈકાલે પોલીસે દ્વારા નવેય આરોપીનું જાહેરમાં સરઘસ કાઢીને જુના બસસ્ટેન્ડ, નગર દરવાજા ચોક સહિતના વિસ્તારમાં દાદાઓને જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. આ સરઘસને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.