Abtak Media Google News

સપના તમને એક શાનદાર દુનિયામાં લઈ જાય છે અને આ જ કારણ છે કે તે તમને આટલા વ્હાલા લાગે છે. સપનામાં એક પ્રેમી પોતાની પ્રેમિકાને મળી શકે છે, તો એક ગરીબ માણસ પોતાને પૈસાદાર જુએ છે.કેટલાક સપના તમને આંનદિત કરે છે તો કેટલાક તમારી વીતેલી યાદો સાથે મળીને તમારા મગજ પર એક ડરામણી છાપ છોડી જાય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે એક નેત્રહિન વ્યક્તિના સપના કેવા હોઈ શકે કે તે પોતાના સપનામાં શું જોતા હશે?

જન્મથી નેત્રહીન વ્યક્તિ પોતાના સપનામાં ફક્ત અવાજને સાંભળી શકે છે જ્યારે કોઈ કારણવશ પોતાની આંખીની રોશની ખોઈ બેઠેલી વ્યક્તિ પોતાની જિંદગીના રંગીન પળોને ફરીથી સપનામાં જુએ છે. એક વ્યક્તિ ૫૦ વર્ષના આયુષ્ય પછી નેત્રહીન થઈ જાય છે તો તેના સપના પણ તેની આંખોની જેમ ધૂંધળા નજર આવે છે. ૭ વર્ષની ઉંમર પછી ખોઈ નાખી હોય તો તેના સપના એક સામાન્ય વ્યક્તિના સપનાની જેમ જ હશે.

 સપનાની રંગીન દુનિયામાં ૫ થી ૭ વર્ષની ઉંમર ખૂબ જ અહમ ભૂમિકા નિભાવે છે. કેમકે એક નેત્રહીન વ્યક્તિના સપના ખૂબ સ્પષ્ટ અને હકીકતમાં ખૂબ નજીક હોય છે. એવું માનવામાં આવે છે કે તે પોતાની વાસ્તવિક જીંદગીને જ તેમના સપનામાં જુએ છે તથા સપનામાં જીવનનાં સ્પર્શ, ભાવ, અવાજને પણ મહેસૂસ કરે છે. તે પોતાની આજુબાજુ ચાલી રહેલી દુનીયાને ખૂબ સારી રીતે મહેસૂસ કરી શકે છે તથા તેમની ઈન્દ્રિયો આ અહેસાસને સ્વપ્નનાં રૂપમાં સર્જન કરવામાં મદદ કરે છે.

જ્યારે એક નેત્રહિન વ્યક્તિ પોતાના સપનામાં રોશનીનું વર્ણન કરે છે તો તે વાસ્તવિક રોશની નથી હોતી. પરંતુ, મસ્તિષ્ક દ્વારા મોકલવામાં આવેલા સંકેત તેને રોશનીના રૂપમાં નજર આવે છે. તેનો મતલબ એ થયો કે સપનાને તે સ્પષ્ટ અને પ્રભાવી રીતે મહેસૂસ કરવા માટે એક નેત્રહિન વ્યક્તિનું મગજ તેને સંકેત મોકલે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.