Abtak Media Google News

પાણીમાં તરવું એટલે સમજોને કે જીવનમાં પણ તરી ગયાં…..કહેવાનો મતલબ એ કે સ્વીંમીંગ એ બેસ્ટ એક્સરસાઇઝ છે જે ઉનાળામાં ગરમીથી રાહત આપવાની સાથે સાથે વજન ઘટાડવામાં, પણ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે સ્વીમીંગ પૂલએ બેસ્ટ એક્સરસાઇઝ ગ્રાઉન્ડ છે. વર્તમાન સમયમાં અન્ડર વોટર સ્ટ્રેન્થ એક્સર સાઇઝએ ટ્રેન્ડી છે. જે ખૂબ સરળ હોવાની સાથે હદ્ય અને માંસપેસીઓને પણ મજબૂત બનાવે છે.

જૂના જમાનામાં ભાગ્યે જ કોઇને તરતાં શિખડાવવું પડતું હતું. જ્યારે તેઓ જાતે જ રમતમાંને રમતમાં દરિયામાં પણ તરતા શીખી જતા હતા. અને એ પણ મોટા-મોટા પથ્થરોને સાથે રાખીને તરતા હતાં.

અહિં તમારા માટે પાણીમાં થતી કેટલીક કસરતો લાવ્યા છીએ જે સ્વાસ્થ માટે ખૂબ સુખાકારી છે. તો આવો જોઇએ……

– ચાલવાની કસરત :

પાણીમાં ચાલવું એટલે પાણી પર તરવું. અને જ્યારે તમે શરુઆતમાં ત્રણ મિનિટ સુધી તરતા હોય  અને તે ક્ષમતા વધારીને ૫-૧૦ મિનિટ સુધી તરવા સક્ષમ બને જે સ્વાસ્થ્યને સારુ બનાવે છે.

– ગોઠણની છાતી સુધીની કસરત :

આ કસરત તમે પાણીમાં એક પગ પર ઉભા રહી જે મહદ્અંશે પાળીને રાખવો….અને એક પગ બહારની તરફ સામેની સાઇડ ખેંચીને રાખવો. જેને એક હાથ વડે પકડીને રાખી શકાય છે. આ પ્રકારની કસરત તમારા પગની માંસપેશીઓ અને પૃષ્ઠભાગની માંસપેશીઓને મજબૂત કરે છે તેમજ કમરની નીચેના ભાગને પણ આરામ આપે છે.

– સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ :

તમારે એક્વા એરોબીક્સ  અથવા પાણીનાં વ્યાયામ બાદ સૂરથી સ્ટ્રેચિંગ કરવું જોઇએ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.