Abtak Media Google News

દેશના સફાઇ કામદારના વિકાસ અને સામાજીક, શૈક્ષણિક તથા આર્થિક ઉત્થાન માટે કાર્યરત એવા રાષ્ટ્રીય કામદાર આયોગના ચેરમેન મનહરભાઇ ઝાલાની અઘ્યક્ષતામાં ગઇકાલે સર્કિટ હાઉસના સભાખંડમાં રાજકોટ જીલ્લાની નગરપાલિકાઓના સફાઇ કામદારોના પ્રશ્ર્નો અંગે ની સમીક્ષા બેુઠક મળી હતી. આ બેઠકમાં આયોગના નિયામક મનહરભાઇ ઝાલાએ રાજકોટ જીલ્લાના તમામ નગરપાલિકાઓના સફાઇ કર્મચારીઓના પડતર પ્રશ્ર્નો જેવા કે વારસાઇ આશ્રિતોને રહેમરાહે નોકરી, રોજમદાર સફાઇ કામદારોઓ કાયમી કરવા, તેઓને ઉચ્ચતર પગાર ધોરણ આપવું. સફાઇ કામદારોને મળવાપાત્ર સેફટી કીટનું વિતરણ કરવું. તેમજ સફાઇ કામદારોના આરોગ્યની નિયમીત ચકાસણી કરવી, ઉ૫રાંત ઘરવિહોણા સફાઇ કામદારોના આવાસ માટે ત્વરીત પગલા લેવા સફાઇ કામદારોના રહેણાક વિસ્તારોમાં રોડ- રસ્તા, પાણી વિજળી, કોમ્યુનીટી હોલ જેવા વિકાસના કામો ખાસ ફાળવેલી ગ્રાંટમાથી પૂર્ણ કરવા વગેરે જેવી બાબતો સાથે કાયદાકીય બાબતો અને સમાજ કલ્યાણ વિભાગની કામગીરી અંગેની સમીક્ષા કરી હતી.

આ તકે તેઓએ નગર પાલિકાના ચીફ ઓફીસરોને અને ઉ૫સ્થિત અધિકારીઓને સુચવેલ સમય મર્યાદામાં અધુરી કમગીરી પૂર્ણ કરવા તાકીદ આપતાં વધુમાં જણાવ્યું હતું કે સફાઇ કામદાર અને સમાજનો અભિન્ન હિસ્સો છે. તથા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ચાલી રહેલ સ્વચ્છ ભારત મિશનને પરિપૂર્ણ કરવામાં મહત્વનો ફાળો આપી આપી રહેલ હોય તેઓને પ્રોત્સાહીત કરાવા અને તેમને દરેક સુવિધાઓ અને વિકાસનો લાભ મળે તેની કાળજી લેવી એ અગ્રીમ બાબત છે આ તકે તેઓએ સફાઇ કામદારોના અગ્રણીઓને પણ સમાજમાં કુરીવાજો અંધશ્રઘ્ધા તથા વ્યસનમુકિત સાથે શૈક્ષણિક ઉન્નતિ અને પોતાના હકકો અંગે જાગૃત થવા અનુરોધ કર્યો હતો.

બેઠકમાં ઉ૫સ્થિત કલેકટર રાહુલ ગુપ્તા અને અધિક નિવાસી કલેકટર હર્ષદ વોરાએ બેકઠમાં થયેલા તમામ પ્રશ્ર્નોનો સમય મર્યાદામાં સત્વરે નોંધ લઇને પૂર્ણ કરવા પ્રતિબઘ્ધતા વ્યકત કરી હતી. આ બેઠકમાં તમામ નગરપાલિકાઓના ચીફ ઓફીસરો સમાજ કલ્યાણ અધિકારી અને સફાઇ કામદારોના અગ્રણીઓ વિગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.