Abtak Media Google News

લાલપુરમાં તાલુકા બ્લોક કક્ષાનો શિક્ષકોનો તાલીમ વર્ગ ચાલી રહ્યો છે. નવા આવનાર પાઠ્ય પુસ્તકથી શિક્ષકો અવગત થાય તે માટે આ તાલીમ વર્ગ યોજાયો છે.

Advertisement

દસ દિવસીય આ તાલીમ વર્ગમાં સાતમા દિવસે ધોરણ ત્રણથી પાંચના ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ વિષયના શિક્ષકો માટે તાલીમ યોજાઈ હતી. જેમાં ૯પ શિક્ષકો માટે તાલીમ યોજાઈ હતી. જેમાં ૯પ શિક્ષકો જોડાયા હતાં.

આ સમયે જિલ્લા વિકાસ અ ધિકારી પ્રશસ્તિબેન પરીકએ આકસ્મિક મુલાકાત લીધી હતી. તેમની સામે પ્રાથમિક શિક્ષણાધિકારી ડી.બી. પટેલ, શિક્ષણ સમિતિના સદસ્ય કુંભારવડિયા પણ જોડાયા હતાં. એનસીઈઆરટી બેઈઝના નવા અમલમાં આવનાર પુસ્તકોથી શિક્ષકોને પરિચીત કરવામાં કરવામાં આવ્યા હતાં.

ગામડાના બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો વધુ સક્ષમ બને તે માટે આ તાલીમ વર્ગ યોજાયો હતો. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકોને પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠ રાખવા સૂચન કર્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.