Abtak Media Google News
  • જામનગર જિલ્લાના લાલપુર ગામમાં બાંધણી ઉત્પાદકોની મુલાકાત લીધી હતી

  • નીતા અંબાણીએ જામનગરમાં લાલપુર સ્થિત બાંધણી મેકિંગ સેન્ટરની મુલાકાત લીધી

જામનગર ન્યૂઝ

રિલાયન્સ ફાઉન્ડેશનના વડા નીતા અંબાણીએ જામનગર જિલ્લાના લાલપુર ગામમાં બાંધણી ઉત્પાદકોની મુલાકાત લીધી હતી અને સખી મંડળમાં સક્રિય મહિલાઓ સાથે વાતચીત કરી હતી. નીતાબેનને બાંધણી બનાવવાની પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

ગુલાબી સાડીમાં સજ્જ, નીતાબેન સોમવારે સાંજે લાલપુર સ્થિત બાંધણી કેન્દ્ર પહોંચ્યા, જેનું સંચાલન સ્થાનિક મહિલાઓના જૂથ ‘સખી મંડળ’ દ્વારા કરવામાં આવે છે. લાલપુર ગામની 400 થી વધુ મહિલાઓ બાંધણી બનાવવા સાથે સંકળાયેલી છે. નીતાબેને ‘લોકલ ફોર લોકલ’ને પ્રોત્સાહન આપવા બાંધણી નિર્માણ કેન્દ્રની મુલાકાત લેવામાં રસ દાખવ્યો.Whatsapp Image 2024 02 13 At 13.05.19 12Dc10C9 બાંધણી કેન્દ્રની બહાર એકત્ર થયેલી સ્થાનિક મહિલાઓ સાથે વાતચીત કરતાં નીતા અંબાણીએ પૂછ્યું કે શું ગામમાં શાળા છે. સ્થાનિક લોકોએ જવાબ આપ્યો કે અહીં શાળાઓ છે. અત્રે એ નોંધવું યોગ્ય છે કે રિલાયન્સ સમગ્ર ગુજરાતના ગામડાઓમાં, ખાસ કરીને જામનગર જિલ્લામાં શાળાઓ સહિત અનેક ગામોની સુવિધાઓ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.

નીતા અંબાણી મુંબઈમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના પણ વડા છે, જ્યાં ભારતીય કળા અને હસ્તકલાને આગવી રીતે પ્રદર્શિત કરવામાં આવે છે અને પ્રોત્સાહિત કરવામાં આવે છે.નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકાનો પ્રી-વેડિંગ સેરેમની 1લી, 2જી, 3જી માર્ચના રોજ જામનગર સ્થિત રિલાયન્સ કેમ્પસમાં યોજાવા જઈ રહી છે. નીતાબેન લગ્ન પહેલાની તૈયારીઓ પર નજર રાખવા જામનગરમાં છે.

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.