Abtak Media Google News

જસદણ તાલુકાના ભડલી આઉટ પોસ્ટના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા નટવરસિંહ ઉમેદસિહ વાળા સામે કેફી પ્રવાહી પી પોલીસ સ્ટેશન આપવા બદલ પ્રોહીબીશનના નોંધાયેલા ગુન્હાના કામે નીચેની અદાલતે ફરમાવેલા સજાના હુકમને સેટસાઈટ કરી આરોપીને છોડી મૂકતો હુકમ રાજકોટની સેશન્સ અદાલતે ફરમાવેલ છે.

કેસની હકિકત જોઈએ તો સને ૨૦૦૧ના અરસામાત્ર જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટ તરીકે ફરજ બજાવતા સુખદેવસિંહ ઝાલાએ જાતે ફરિયાદી બની પોલીસ ખાતામાં જ હેડ કોન્સ્ટેબલ તરીકે જસદણ તાલુકાના ભડલી આઉટ પોસ્ટમાં નોકરી કરતા નટવરસિંહ ઉમેદસિંહ વાળા સામે બે દિવસનીસી.એલ. માંગણી માટે જસદણ પોલીસ સ્ટેશનનાં ઈન્સ્પેકટર પાસે આવેલ ત્યારે તેના મોઢામાં કેફી પ્રવાહીની વાસ આવતા પ્રોહીબીશન તથા બી.પી.એકટ અન્વયે ફરિયાદ આપવામાં આવેલી.

ઉપરોકત કેસ ચાલી જતા જસદણ એડી ચીફ જયુડી. કોર્ટમાં પ્રોહીબીશન કલમ ૬૬ (૧) બી હેઠળ આરોપીને તકસીરવાન ઠેરવેલા જે સજાના હુકમથી નારાજ થઈ આરોપીએ રાજકોટની સેશન્સ અદાલતમાં અપીલ દાખલ કરેલી રજૂઆત કરેલ કે નીચેની અદાલતમાં હુકમ ઈરરીગલ પરવસ વિધાઉટ એપ્લીકેશન ઓફ માઈન્ડ અબ ઈન્સ્સિ વેઈડ હોય બોમ્બે પ્રોહીબીશ્ન એકટ બ્લડ ટેસ્ટ રૂલ્સ ૪ નો ભંગ થયેલનું રેકર્ડ પર હાવે છતાં માનવામાં આવેલુ નથી જેથી જુદા જુદા ચુકાદાઓ રજૂ કરી નીચેની અદાલતનોસજાનો હુકમ રદ કરી નિદોર્ષ છોડી મૂકવાની રજુઆત કરેલી બંને પક્ષની રજૂઆત અને રેકર્ડ પરની હકિકત રજૂ ચૂકાદા ધ્યાને લઈ આરોપીની અપીલ મંજૂર કરી નીચેની અદાલતનો સજાનો હુકમ રદ કરતો હુકમ ફરમાવવામા આવેલો છે. ઉપરોકત કામમાં આરોપી નટવરસિંહ વાળા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જે.જાની હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.