Abtak Media Google News

પરંતુ એમાંથી લગભગ અડધા જ લોકો ડોક્ટર પાસે જાય છે અને પોતાનો ઇલાજ કરાવે છે, બાકીના અડધાી ઉપરના લોકો પેઇનકિલર્સ અને ઘરગથુ ઉપચારો દ્વારા જ દુખાવો સહન કરતા રહે છે. માઇગ્રેન દરેક દરદીએ જુદો રોગ છે જેનો ઇલાજ પણ વ્યક્તિગત રીતે જુદો કરવો પડે છે. અસામાન્ય લક્ષણોને ગંભીરતાી લઈને ડોક્ટર પાસે જઈ એનું યોગ્ય નિદાન કરી વ્યક્તિગત ઇલાજ શરૂ કરવાી માઇગ્રેનના એટેકને ટાળી શકાય છે

મુંબઈની એક વર્કિંગ લેડીને ઑફિસની ખૂબ જ અગત્યની ચર્ચામાં જ્યારે બોલવા માટે ઊભું વું હતું ત્યારે અચાનક જ તેને તેની ડોકમાં એક પ્રકારની ખાલી ચડી ગઈ હોય એવું લાગ્યું. એ એટલી તીવ્ર હતી કે તેને લાગ્યું કે જાણે પેરેલિસિસની અસર થઈ ગઈ છે. થોડી મિનિટ સુધી તે કંઈ બોલી જ શકી નહીં એટલું જ નહીં, તેનું વિઝન પણ એકદમ ધૂંધળું થઈ ગયું હોય એવું તેને લાગ્યું અને જઈને પોતાની ખુરસી પર માંડ ગોઠવાઈ શકી. મીટિંગ પતવાની અણી પર જ હતી એટલે તે કંઈ પણ રીઍક્શન દીધા વગર ત્યાં જ બેસી રહી. તેને લાગ્યું કે હમણાં જ ઠીક ઈ જાય તો નાહક ઊહાપોહ કરવો નહીં. મીટિંગ પતાવી તે સીધી ડોક્ટર પાસે ભાગી. તેને લાગ્યું કે તેને સ્ટ્રોક તો નહીં આવ્યો હોય! તેના ડોક્ટરે તારવ્યું કે તેને સ્પોન્ડિલોસિસ છે જે કરોડરજ્જુને લગતી બીમારી છે, પરંતુ જ્યારે આ જ પ્રકારની પરિસ્થિતી પાછી સર્જાઈ ત્યારે આ થી સ્પેશ્યલાઇઝ્ડ ડોક્ટર પાસે ગઈ જ્યાં તેમણે જે નિદાન કર્યું એ ચોંકાવનારું હતું. આથીને જે રોગનાં લક્ષણો હતાં એ નવાં લક્ષણો હતાં જેને માઇગ્રેન કહે છે.

જુદાં લક્ષણો

માાના દુખાવાની પહેલાં કે પછી ડોક એકદમ જડ જેવી સ્ટિફ થઈ જાય અને ધીમે-ધીમે પીઠ અને ખભા પર પણ આ જડતા ફેલાય એ માઇગ્રેનનાં લક્ષણ હોઈ શકે છે. વોકહાર્ટ હોસ્પિટલ-મુંબઈ સેન્ટ્રલના ન્યુરોલોજિસ્ટ ડોકટર કહે છે, માઇગ્રેન વિશે હંમેશાં ગેરસમજ વ્યાપેલી રહે છે, કારણ કે એવી કોઈ સ્પેશ્યલ ટેસ્ટ ની જેના વડે એવું નિદાન આપી શકાય કે આ વ્યક્તિ માઇગ્રેની પીડાય છે. જે છે એ છે એનાં લક્ષણો, જેના વડે કહી શકાય કે માણસ માઇગ્રેની પીડાય છે. મોટા ભાગે એવું થાય છે કે આંખ સામેનું ચિત્ર ધૂંધળું ઈ જાય, વિઝનમાં સ્પક્ટતા એકદમ જતી રહે, વ્યક્તિને સાઇનસની અસર વર્તાય અને ભયંકર દુખાવો ચાલુ ઈ જાય. મોટા ભાગે આ સમયે દરદીઓ પેઇનકિલર્સ ખાઈ લે, બામ લગાડી દે, કોઈ સુગંધવાળા તેલનો સહારો લે, જાતભાતના ઘરગથુ ઉપચાર કરે કે જેને કારણે તત્કાલીન રાહત મળી રહે. બધા પોતાની રીતે આ ભયંકર દુખાવાને મેનેજ કરવાની ટ્રિક શોધી લેતા હોય છે, પરંતુ એનાી લાંબા ગાળાનો કોઈ ફાયદો નથી થતો.

વ્યાખ્યા

લગભગ બેી ૭૨ કલાક સુધી, માાની એક બાજુ એટલે કે જમણી કે ડાબી બાજુએ વારંવાર મધ્યમી તીવ્ર દુખાવો આપતા અટેક આવે, સો અમુક ફિઝિકલ ઍક્ટિવિટી, અવાજ, પ્રકાશ, સુગંધ જેવાં કારણોસર એ અટેકની તીવ્રતા વધી જાય અને વળી એની સો ઊબકા અને ઊલટી પણ ભળે તો એને માઇગ્રેન કહે છે. ઇન્ટરનેશનલ હેડેક સોસાયટી મુજબ આ માઇગ્રેનની વ્યાખ્યા છે. આંકડાઓ મુજબ ૨૦-૪૫ વર્ષની ઉંમરની ૧૦માંથી એક ભારતીય વ્યક્તિ માઇગ્રેની પીડાય છે. આ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, નવાઈની વાત એ છે કે એમાંથી લગભગ અડધા જ લોકો ડોક્ટરને પોતાની આ તકલીફ માટે ક્ધસલ્ટ કરે છે, બાકીના મોટા ભાગના લોકો ઘરગથુ ઇલાજ અને પેઇનકિલર્સ પર નભે છે. આ દુખાવો સખત હોય છે, પરંતુ ક્યારેક જ આવે છે જેને લીધે મોટા ભાગના લોકો એને સહન કરતા રહે છે. મોટા ભાગે માઇગ્રેન મિડલ-એજમાં એટલે કે ૨૪-૪૦ વર્ષની અંદર તી બીમારી છે. જેમ ઉંમર વધતી જાય એમ એની તીવ્રતા ઓછી થતી જાય છે અને ૫૦-૬૦ની ઉંમરે પહોંચ્યા પછી તો એની મેળે જ આ રોગ જતો રહે છે.

ટેસ્ટ અને ઇલાજ

માઇગ્રેન વ્યક્તિ-વ્યક્તિએ જુદો હોય છે. માટે જ એનાં લક્ષણો પણ જુદાં હોઈ શકે છે. જરૂરી છે કે એક પણ અસામાન્ય લક્ષણને લઈને ગફલતમાં રહ્યા વગર ડોક્ટર પાસે જઈને તેમની સલાહ મુજબ જરૂરી ટેસ્ટ જેમ કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ, કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કેન, મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ કરાવી, સંપૂર્ણ ફેમિલી-હિસ્ટરી જણાવીને તમને તાં જે પણ લક્ષણો છે એનું વ્યવસ્તિ વર્ણન કરીને ડોક્ટર પાસેી યોગ્ય નિદાન લેવું અત્યંત જરૂરી છે. જ્યારે માઇગ્રેનનું નિદાન થાય પછી શું આપણી પાસે એવો ઇલાજ છે જેનાી એને અટકાવી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં ડોકટર કહે છે, માઇગ્રેનના અટેકી ચોક્કસ છુટકારો મેળવી શકાય છે, જેના માટે દરદીને માફક આવે એવી દવા તેને આપવી જરૂરી છે. ઘણા દરદીઓને એક જ તો ઘણાને જુદી-જુદી દવાનું કોમ્બિનેશન આપવું પડે છે. જરૂરી ની કે એક વ્યક્તિ પર જે દવા કામ લાગી એ બધા પર કામ લાગે. એક વખત દવા માફક આવી ગઈ અને એ સાચા સમયે દરદીએ લઈ લીધી તો ચોક્કસપણે દરદીને માઇગ્રેનના અટેકી બચાવી શકાય છે.

બીજા રોગો અને માઇગ્રેન

માઇગ્રેનના બે-તૃતીયાંશ કેસ પાછળ ફેમિલી-હિસ્ટરી જવાબદાર હોઈ છે. આ ઉપરાંત હોર્મોનનું બેલેન્સ ખોરવાઈ ત્યારે પણ આ રોગ વાની શક્યતા રહેલી છે. મુંબઈ જેવા શહેરમાં આજે માઇગ્રેન જેવા રોગનું વધતું પ્રમાણ ચિંતાકારક છે એની પાછળ દરરોજ વધતો માનસિક તનાવ જવાબદાર છે. માઇગ્રેનનું પ્રમાણ પુરુષો કરતાં થીઓમાં વધુ જોવા મળે છે. અમુક એવા રોગો છે જેને કારણે અવા જેની સાથે માઇગ્રેન વાની શક્યતા રહે છે એ વિશે જણાવતાં ડોકટર કહે છે, હેલ્ધી ડાયટ હોવા છતાં જે વ્યક્તિનું વજન જરૂર કરતાં ઓછું કે જરૂર કરતાં વધારે હોય, સતત થાક લાગતો હોય, વોટર રિટેન્શનની તકલીફ રહેતી હોય, સાંધામાં સોજો રહેતો હોય, સાંધાનો દુખાવો હોય કે રૂમેટોઇડ આ્રાર્રાઇટિસ હોય, મોઢામાં વારંવાર અલ્સર થઈ જતાં હોય, ગભરામણ કે જમ્યા પછી ખૂબ ધબકારા વધી જતા હોય, પાચન સંબંધિત કોઈ સમસ્યા રહેતી હોય, સવારે ઊઠો ત્યારે માંદા હો એવું લાગતું હોય, ડિપ્રેશન કે ઍન્ગ્ઝાયટીની તકલીફ હોય, વગર કારણે એકદમ જ પરસેવો વળી જતો હોય તો એવી વ્યક્તિને આ તકલીફોની સો-સો માઇગ્રેન વાની પૂરી સંભાવના રહે છે.

ટ્રિગર્સ

અમુક ટ્રિગર્સ છે જેને લીધે માઇગ્રેનનો દુખાવો શરૂ ઈ શકે છે જે નીચે મુજબ છે. માટે જેને માઇગ્રેન હોય તેણે આ બધાં ટ્રિગર્સી બચીને રહેવું.

૧. સ્ટ્રેસ હોવું અવા બિલકુલ ન હોવું

૨. ખૂબ વધારે અવા ખૂબ જ ઓછી ઊંઘ

૩. હવામાનમાં ફેરફાર

૪. શારીરિક અસહ્ય થાક

૫. વધુપડતું સ્મોકિંગ

૬. સ્ત્રીઓના હોર્મોનલ લેવલમાં ફેરફાર

૭. અવાજ, ગરમી, પ્રકાશ

૮. વધુ સમય ભૂખ્યા રહેવું કે ઉપવાસ

૯. કોલા ડ્રિન્ક્સ, ચોકલેટ, ચીઝ, ખાટાં ફળો, કોફી, ચાઇનીઝ ફૂડમાં વપરાતું મોનોસોડિયમ ગ્લુટામેટ (ખજૠ), વધુ મીઠાયુક્ત સ્નેક્સ, આર્ટિફિશ્યલ સ્વીટનર્સ કે આાવાળા ખોરાકનું સેવન.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.