Abtak Media Google News

જળસંગ્રહ અભિયાન કાર્યક્રમ અંગે રમેશભાઇ ઠકકરના સુચન

જળસંચય અભિયાન શરુ છે ત્યારે જેમની પાસે ખુલ્લી જમીનો પડી છે તેમાં ચાસ પાડવામાં આવે તો જમીન પોચી અને પોષવાતમ થાય તેવું સુચન શ્રીજી ગૌશાળાના રમેશભાઇ ઠકકરે કર્યુ છે.

અબતકની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું કે, હાલમાં શરૂ થયેલી જળ સંગ્રહ સંચય અભિયાન કાર્યક્રમની વિગતો વાંચી, ખુબ સુંદર કાર્ય થઇ રહ્યું છે. તેમાં સરકાર , સરપંચો, ગુ.પં. શહેરી વિકાસ મંડળો, સ્વૈચ્છકી  સંસ્થાઓ બધા જોડાય તો ઘણું મોટું કાર્ય કામ થઇ શકે છે. આપણા પૂર્વજો દ્વારા વાવ, તળાવ, કૂવા, ખોદાવવાનું અનેરુ કાર્ય તેમના સમય અને સઁજોગો કઠીન હોવા છતાં આટલા મશીનરી ન હોવા છતાં ખુબ સુંદર રીતે સુપેરે નિભાવતા હતા તે જોઇને આપણે પણ જોડાવું જોઇએ. પાણી સૌનો પ્રશ્ર્ન છે. સાથે સાથે ખુબ જરુરી છે. સાથે સાથે એક નમ્ર વિનંતી છે બધાને જેની પાસે ખેતરો પડયા છે જે ખેતી કરતા નથી એવા ખેતરોમાં અથવા તો એવી બંજર જમીનોમાં જો ચાસ પાડવામાં આવે તો ચાસમાં પાણી જમીનમાં ઉતરી જશે. કારણ કે અત્યારની જમીન કઠણ હોવાથી બધુ પાણી ગટરો થઇને નદીઓમાં જતુ રહે છે અને નીચેના તળીયા ખાલી થઇ ગયા છે. ચાસ પાડવાથી જમીન પોચી અને પોષણતમ બનવાથી આપણે ખુબ મોટું કામ થઇ શકે છે.

ઘણી બધી જમીનો ભેંકાર ખુલી પડી છે. એમાં ટ્રેકટર ફેરવવાથી ચાસ પડી જાય અને તેમાં ખર્ચ ર થી પ હજારનો આવેલ. તેની હજારો ટ્રેકટર સમાવી શકવાની તાકાત છે અને જે પાણી નીચે ઉતરશે તે પાણી ચોખ્ખુ હશે અને બોર ઉંડા નહી કરવા પડે જેના લીધે જળનું સ્તર ઉચુ આવશે એ પણ હકીકત છે. ચોખ્ખુ જળ મળશે નિર્મળ જળ મળશે અને જો કદાચ જુવાર, મકાઇ, બાજરી, જેવું ધાન વાવવામાં આવે તો એ ધાન ચકલા અને ચકલીઓ અને પશુ-પક્ષીઓ માટે પણ ખુબ જરુરી છે અને પશુ-પક્ષીઓ વધશે જેના થકી જંગલ અને વન ઉભુ થશે જે થકી પર્યાવરણ અને પાણી સુધરશે ખોરાકની વસ્તુઓની પોષણ ક્ષમતા પણ વધશે અને આ રીતે આપણે જમીનની માવજત પણ કરી શકીશું કારણ કે જમીનના માલીક બનવા કરતા માવજતદાર બનવું ખુબ ઉમદા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.