Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રણજીતસિંહ ઝાલાની ડેપોમેનેજરને રજૂઆત

વઢવાણ કટુડા ગામે દરરોજ સવારે ૮ કલાકે આવતી સુરેન્દ્રનગર ડેપોની બસ જે શેડીયુલમાં આવેલ છે. વિદ્યાર્થી રૂટ ગણીને તેને બંધ અચાનક કરી દેવામાં આવેલ છે.કટુડાગામની રોજીંદા હટાણું કરવા આવતા તેમજ સર્વીસ કરતા અપડાઉન કરતા કર્મચારીઓ અને આઈટીઆઈ સ્કુલ કોલેજનાં વિદ્યાર્થીઓ વગેરેએ પાસ કઢાવેલ છે.

તાત્કાલીક ધોરણે રૂટ બંધ કરતા કટુડા ગ્રામજનો મુશ્કેલીઓ વધતી ગયેલ છે. તેમજ પાસ કઢાવેલ વિદ્યાર્થી પાસેથી એસ.ટી.એ ભાડુ વસુલાત એડવાન્સ ત્યારે ના છૂટકે ગ્રામજનો ખાનગી વાહનોમાં આવવું પડે છે.

જો રૂટ બંધ રાખવાના હોય તો પાસના રૂપીયા પરત પાછા આપવા જોઈએ અન્યથા સુરેન્દ્રનગર જિલ્લા ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ નિવારણ સમક્ષ ફરિયાદ નોંધાવવામાં આવશશે. તેમ પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં ફરિયાદ સેલનાં મંત્રી રણજીતસિંહ ઝાલાએ ડેપો મેનેજરને રજૂઆતમાં જણાવ્યું હતુ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.