Abtak Media Google News

ગુજરાત  યાક્ષીક અને રોજગાર સમાચાર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવા માહીતી કેન્દ્ર દ્વારા સમયાંતરે અવેરનેશ કેમ્પનું આયોજન.

અત્યારનો યુગ એટલે સ્પર્ધાત્મક યુગ હાલમાં ઘણા વિઘાર્થીઓ સરકારી નોકરી મેળવવા માટેનાં પ્રયાસો કરતા હોય છે. પરંતુ તેના માટે સરકાર દ્વારા શું સુવિધાઓ આપવામાં આવે છે તે વિઘાર્થીઓને ખ્યાલ હોતો નથી.

તેને લઇને માહીતી કેન્દ્ર રાજકોટનાં મેનેજર દર્શન ત્રિવેદીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રાજય સરકારનો આ વિભાગ લોકો અને સરકાર વચ્ચે કડીરુપ ભુમિકા ભજવે છે. રાજય સરકારની પ્રજા કલ્યાણ માટેની જે કંઇ પણ પ્રવૃતિઓ છે તેને પ્રજા સુધી પહોચાડવું

માહીતી કેન્દ્રનું કામ છે તેમ જણાવ્યું હતું  સાથો સાથ રાજય સરકારના જે મહત્વપૂર્ણ નિર્ણયો છે. અને બંધારણમાં પ્રજા કલ્યાણની ભાવનાને ઉલ્લેખતા પબ્લીકેશન બહાર પાડે છે. જેમાં બે મહત્વપૂર્ણ પબ્લીકેશન છે. ગુજરાત યાજ્ઞીક અને રોજગાર સમાચાર સરકાર કોઇ મહત્વ પૂર્ણ નિર્ણય લે તો તેની માહીતી ગુજરાત  યાક્ષીકમાં સંપૂર્ણ પણે મળી રહેશે. ઉપરાંત ગુજરાત  યાક્ષીક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે મદદરુપ છે.

Vlcsnap 2018 05 11 12H03M28S57 છેલ્લા ચાર વર્ષથી કોમ્પીટીટીવ પરીક્ષાની પેટર્ન બદલાઇ છે જેમાં સરકારી યોજનાઓને મહત્વ આપવામાં આવ્યું છે. સરકારી યોજનાની સત્તાવાર અને આધારભુત માહીતી ગુજરાત યાજ્ઞીક સિવાય બીજે કયાંય પણ જોવા મળતી નથી. ઉ૫રાંત જી.પી.એસ.સી. ના છેલ્લા પેપર જોઇએ તો તેમાં ઘણું બધું પુછાય છે. તો તેમાં ગુજરાત  યાક્ષીકની માહીતી બહોળા પ્રમાણમાં પુછાય છે.

ઉપરાંત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ માં પણ જનરલ સ્ટડીની બાબતો ગુજરાત  યાક્ષીકમાંથી વધારે પુછાય છે. તેવી જ રીતે રોજગાર સમાચારમાં નવી આવતી ગર્વમેન્ટ એકઝામ અંગેની માહીતીઓ જોવા મળે છે. રોજગાર સમાચારનું વર્ષનું લવાજમ માત્ર ૩૦ રૂ છે. ગુજરાત  યાક્ષીકનું લવાજમ ૬૦ રૂ છે. વર્ષ દરમિયાન ઘર બેઠા ગુજરાત  યાક્ષીક અને રોજગાર સમાચાર મળી રહે છે. જે વિઘાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. તેઓ આ બાબતથી અજાણ હોય છે.

પરંતુ તેઓ માટે માહીતી કેન્દ્ર દ્વારા અવેરનેશ કેમ્પ યોજવામાં આવે છે. અને જે સ્વૈચ્છીક સંસ્થાઓ છે તેમને ત્યાં ગુજરાત  યાક્ષીક અને રોજગાર સમાચાર મોકલી આપવામાં આવે છે. સાથો સાથ બુકસ સંપૂર્ણ વર્ષમાં ચાલુ રાખવા માટે જગ્યા પર લવાજમ ભરવામાં આવે છે જેથી વિઘાર્થીઓમાં જાગૃતતા આવે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.