Abtak Media Google News

ગુજરાત રાજયનાં ઉઘોગ તથા ખાણ વિભાગ હસ્તક કમિશ્નર કુટીર તથા ગ્રામોદ્યોગનાં નેજા હેઠળ ઇન્ડીક્ષ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એસટેન્શન કોટેજ દ્વારા રાષ્ટ્રીય હસ્તકલા મેળો-૨૦૧૮નું આયોજન રેસકોર્ષ મેદાન રાજકોટ ખાતે તા.૧૧ મે થી તા.ર૦ મે દરમિયાન કરાયું છે. જેનું ઉદધાટન તા.૧૧ ના રોજ સાંજે ૭ કલાકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે કરાયું હતું. જેમાં જયેશભાઇ રાદડીયા તથા ડો. જૈમન ઉ૫ાઘ્યાય ઉ૫સ્થિત રહ્યા હતા.

Dsc 0183રાષ્ટ્રીય હસ્તકલા મેળો-૨૦૧૮માં હાથશાળા, હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે પટોળા, કચ્છી ભરત, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, હાથ બનાવટના ચંપલ, જરી જરદોશી વર્ક, અકીકની આઇટમો તેમજ માટીની વિવિધ ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા, વુડન વોલપીસ, ઉપરાંત ચામડાના રમકડા, ગૃહઉઘોગ વગેરે ચીજવસ્તુઓનું કારીગર દ્વારા પ્રદર્શન તેમજ વેચાણ કરવામાં આવશે.

Dsc 0184

ઇન્ટેક્ષ-સી દ્વારા કુટીર તથા ગ્રામોદ્યોગ કાર્યાન્વિત બોર્ડ કોર્પોરેશન સાથે જોડાયેલા કારીગરો, મંડળીઓ, સંસ્થાઓ જુથ તથા કલસ્ટર્સની જીવંત પ્રદર્શન તથા વેચાણ માટે બજાર પુરુ પાડવા માટે હસ્તકલા મેળાનું આયોજન કરાયું છે. જેમાં રાજય તથા અન્ય ર૦૦ થી વધુ કારીગરો તેમજ ર૦ થી વધુ ક્રાફટનું પ્રદર્શન તથા વેચાણ કરવામાં આવશે. રાજકોટની કલાપ્રેમી જનતાને રાષ્ટીય હસ્તકલા મેળો-૨૦૧૮નો લાભ લેવા ઇન્ડેક્ષ-સી કાર્યવાહક નિયામક પી.જી. પટેલ દ્વારા અનુરોધ કરાયો છે.

Dsc 0191

કિરણસિંહ રાહુલજી (વડોદરા-કારીગર) જણાવે છે કેે મેળાનું આયોજન તથા જનતાનો વ્યવહાર ખુબ સારો છે. લોકોને ફેશનના ટ્રેન્ડ પ્રમાણે યુનિટ વસ્તુઓ ગમે છે.

Dsc 0187

મનીષભાઇ ધનજીભાઇ બદરુ (કચ્છ કારીગર) જણાવે છે કે ત્રણ દિવસના અનુભવમાં લોકોનો ખુબ સારો પ્રતિસાદ છે તેમજ સરકાર હસ્તકલાનું પ્રદર્શન યોજીને ખુબ સારુ બજાર પુરુ પાડે છે. જેથી વેચાણ સારુ થાય છે.

અંમીતાણા સચદેવ (રાજકોટ-કારીગર) જણાવે છે કે વેકેશનનાં સમયે આ સુંદર આયોજન છે તેમજ બહારની વસ્તુઓ પણ રાજકોટ વાસીઓને આકષે છે.

Dsc 0190

શેખ ઇરફાન (અમદાવાદ-કારીગર) જણાવે છે કે ખુબ સુંદર આયોજન વચ્ચે વેપાર કરવાની મજા આવે છે. બીજા શહેરની સરખામણીમાં વધુ વેચાણ રાજકોટમાં મળે છે. બનારસનું કારપેટ જેવી અનેક હસ્તકલાની વસ્તુઓ કરમિરી ડિઝાઇન વગેરે મેળામાં લાવ્યાં છે. સરકાર દ્વારા સારો સહકાર છે. દુકાનનું ભાડુ ટ્રાવેલીંગ, વેચાણ વગેરે દ્વારા બમણો ફાયદો મળે છે.

Dsc 0192

ડો. સ્નેહલભાઇ મકવાણા ઇન્ડે સ્ટ સીના માકેટીંગ મેનેજર ડો. સ્નેહલભાઇ મકવાણા અબતકને જણાવે છે કે હસ્તકલાના કારીગરોને કલા પ્રદર્શન તથા વેચાણ માટે બજાર પુરુ પાડવા માટે આ આયોજન કરાયું છે. મેળાનો સમય બપોરે ૩ થી રાત્રે ૧૦ કલાક સુધીનો છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પાર્ટીનું પણ સુંદર આયોજન છે. તેમજ ખાણીપીણી માટે પણ વ્યવસ્થા છે ઇન્ટેસ્ટ-સી દ્વારા કારીગરોની નોંધણી કરી કાર્ડ આપવામાં આવે છે જેથી સરકાર દ્વારા કલા મેળાનું આયોજન થાય તેમાં તેઓ ભાગ લઇ તેનો લાભ લઇ શકે છે. સાથો સાથ ઇન્ડેસ્ટ-સી દ્વારા કુશળ કારીગરોના સહકારથી તાલીમ વર્ગો પણ ચલાવવામાં આવે છે. તથા સાધનો પણ પુરા પાડવામાં આવે છે. ઇન્ડેસ્ટ-સીમાં ગયા વર્ષો ૧૨૦૦ થી વધારે કારીગરો નોંધાયા હતા. તેમજ ગયા વર્ષે ઇન્ડેસ્ટ-સી દ્વારા ૬૧ મેળાઓનું આયોજન કરાયું હતું. જેમાં ૩૭૮૪ કારીગરોએ મેળાનો લાભ લીધો હતો. ૧૧ કરોડ ૮૪ લાખની વસ્તુઓનું વેચાણ કર્યુ હતું. ૭૭૦૦ થી વધુ લોકોને રોજગાર મળ્યો હતો. રાજકોટ મેળાઓનો ગઢ છે. કારીગરો રાજકોટમાં મેળાની રાહ જોતાં હોય છે.

Dsc 0195

ગત વર્ષે લોકમેળામાં રાજકોટ ખાતે ઇન્ડેસ્ટ-સી દ્વારા હસ્તકકલામેળાનું આયોજન કરાયું હતું. તેમજ ફલાર-સી ની સાથોસાથ કુટીર હસ્તકલા મેળાનું આયોજન કરાયું હતું. દિલ્હી, રાજસ્થાન, યુ.પી., બિહાર વગેરે રાજયના કારીગરો પણ આ વર્ષે જોડાય છે. ગુજરાતના ર૩ જીલ્લાના કારીગરો છે.

Vlcsnap 2018 05 14 10H47M20S147આ વર્ષ સમય ઓછો મળ્યો છે. પરંતુ રેસકોર્ષની જગ્યાની સગવડ ઉ૫લબ્ધ ઘ્યાને લઇને આ સમય અનુકુળ છે. ઉપરાંત અન્ય આયોજન ન હોય તો મેળો લંબાવાની અપીલ સરકારને જરુર કરવામાં આવશે. અમદાવાદમાં પણ અત્યારે હસ્તકલા મેળાનું આયોજન થઇ રહ્યું છે. દિલ્હીમાં ભારત ફેસ્ટીવલ ચાલી રહ્યું છે. તેનો પણ લાભ ઇન્ડેસ્ટ-સી ને મળે છે. રાજકોટની કલાપ્રેમી જનતાને હસ્તકલાનો લાભ લેવા વિનંતી છે.

Vlcsnap 2018 05 14 10H48M58S105

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.