Abtak Media Google News

જૂનાગઢના બેન્ક કર્મચારી સહિત ત્રણ સામે નોંધાતો ગુનો: એસઓજીની તપાસ અર્થે રાણપુર દોડી ગયા

રૂ.૧૦૦૦ અને ૫૦૦ના દરની નોટ બંધ કરાયાને દોઢ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં જૂની નોટ બદલી આપવાના પાછલા બારણે કારોબાર થતો હોય તેમ જૂનાગઢ બેન્ક કર્મચારી રૂ ૧.૭૦ કરોડની રદી થયેલી નોટ બદલવા રાજકોટ આવતા એસઓજી સ્ટાફે બાતમીના આધારે બે શખ્સોને ઝડપી પૂછપરછ કરતા જૂની નોટ ભેસાણ તાલુકાના રાણપુર ગામના મુકતેશ્વર મંદિરના મહંત મુકતાનંદજી મહારાજની હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ અર્થે એસઓજીની ટીમ રાણપુર પહોચી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાસ્ત્રી મેદાન પાસે બે શખ્સો થેલા સાથે શંકાસ્પદ જણાતા એસઓજી પી. આઇ.  એસ. એન. ગડુ, પી. એસ. આઇ. એચ. એમ. રાણા, ઓ. પી. સિસોદીયા, ચેતનસિંહ ગોહિલ, આર.કે.જાડેજા, વિજેન્દ્રસિંહ ઝાલા, ગીરીરાજસિંહ જાડેજા અને અનિલસિંહ ગોહિલ સહિતના સ્ટાફે બંને શખ્સોની અટકાયત કરી પુછપરછ કરતા તેની પાસેથી રૂ ૧.૭૦ કરોડની રૂ ૧૦૦૦ અને ૫૦૦ના દરની જુની નોટ મળી આવી હતી. બંને શખ્સોની પૂછપરછ કરતા જૂનાગઢ મધુરમ ટીંબાવાડી વિસ્તારના કર્મનગરનો કમલ મુકેશ ભટ્ટ અને મવડી ચોકડી પાસે આવેલી માટેલ સોસાયટીના અશોક પ્રેમજીભાઇ છાયા નામ હોવાનું જણાવ્યું હતું.

બંને શખ્સોની પૂછપરછમાં કમલ ભટ્ટ જૂનાગઢ એચ.ડી.એફ.સી.બેન્કમાં નોકરી કરતો હોવાનું અને તેને ભેસાણ તાલુકાના રામપુર ગામે આવેલા મુકતેશ્ર્વર મંદિરના મહંત મુકતાનંદજી મહારાજે જૂની નોટ હોવાથી તેને બદલવા માટે આપતા કમલ ભટ્ટે રાજકોટમાં મિસ્ત્રી કામ કરતા અશોક છાયાનો સંપર્ક કર્યો હતો.રૂ૧.૭૦ કરોડની જૂની નોટ બદલવા માટે રાજકોટ આવ્યો હોવાની કબૂલાત આપી હતી.

એસ.ઓ.જી. સ્ટાફે જૂની નોટ અંગે કમલ ભટ્ટ, અશોક છાયા અને મુકતાનંદજી મહારાજ સામે ગુનો નોંધી તપાસ અર્થે રાણપુર પહોચ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.