Abtak Media Google News

અમદાવાદ, રાજકોટ, સુરત, વિરપુર, લોજ, નાગપુર સહિતના ગામેથી ૧૫૦૦ બહેનો શોભાયાત્રામાં જોડાયા

વડતાલ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજની પ્રેરણાથી પૂ.અ.સૌ. લક્ષ્મીસ્વરૂપા ગાદીવાળાની નિશ્રામાં નરી શકિત અને નારી ભકિત અંતર્ગત ત્રિદિનાત્મક મહિલા સત્સંગ શિબિરનું આયોજન થયેલ છે.

ત્રણ દિવસ ચાલનારી આ શિબિરમાં પ્રથમ દિવસે હનુમાનજી મહારાજના મંદિરથી કથા સ્થાન સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

તેમાં પ્રથમ બજરંગ બેન્ડ પાર્ટી, ડી.જે.સાઉન્ડ રથ, ઠાકોરજીનો રથ, શસ્ત્રધારી બહેનો, સાંખ્યયોગી બહેનોનો રથ, ધૂન કરતા સાંખ્યયોગી બહેનો, ગુરૂકુળ બહેનોની રાસ મંડળી લેજીમ પાર્ટી કળશધારી બહેનો, છત્રી રાસ, સત્સંગીજીવન ગ્રંથથી પોથીધારી બહેનો બેડા રાસ વગેરરે જોડાયા હતા.

Ah1I6656શોભાયાત્રા બાદ ગાદીવાળાએ દીપ પ્રાગટય કરી ઠાકોરજીનું પૂજન કરી શિબિરની શરૂઆત કરાવી હતી.

પૂ. ગાદીવાળાએ સંપ્રદાયમાં બહેનોનું સ્થાન તથા બહેનો ભકતોનાં ચરિત્રોની વાત કરી શુભ આશિર્વાદ આપ્યા હતા.

આ શિબિરમાં અમરેલીથી સાંખ્યયોગી લીલાબા તથા દુધાળાથી સાંખ્યયોગી ભાનુબેન તેમજ અમદાવાદ, રાજકોટ,સુરત, ગઢપુર, ડભાણ, વિરપૂર, લોજ, નાગપુર વગેરેથી ૫૦ જેટલા સાંખ્યાયોગી બહેનો જોડાયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.