Abtak Media Google News

અરજીને જ ફરિયાદ ગણી દરેક મુદ્દે તપાસ કરવાનો હુકમ: ક્રાઈમ બ્રાન્ચે તપાસમાં કચાસ રાખ્યાની અદાલતની ટકોર, ચીફ સેક્રેટરીને ઝડપી તપાસ કરવા હુકમ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર જાણીતા શિક્ષણ શાી અને પી.ડી.માલવિયા કોલેજના સપક વસંતભાઈના શંકાસ્પદ મોત અને બોગસ વીલના આધારે કરોડો ‚પિયાની મિલકત ઓળવી જવાના બનાવ સહિતના મુદ્દે ક્રાઈમ બ્રાંચ દ્વારા તપાસમાં કાચુ કાપ્યાની શંકાએ પી.ડી.એમ. કોલેજના કર્મચારીએ હાઈકોર્ટમાં કરેલી અરજીને ન્યાયધીશો ફરિયાદ ગણીને રાજયના ચીફ સેક્રેટરીને ઝડપી તપાસનો હુકમ કરતા આ કેસમાં નવો વણાંક આવ્યો છે.

પ્રાપ્ત વિગત મુજબ પી.ડી.એમ.કોલેજના કર્મચારી સંજયભાઈ પંડયા દ્વારા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદમાં નોંધાવેલી જેમાં સ્વ.વસંતભાઈ માલવીયાના અને તેમની કરોડોની મિલ્કતો પચાવી પાડવાના કારસોમાં વિશાલ મનોજ શાહ, સુધાબેન મનોજભાઈ શાહ, મનોજ જયંતલાલ શાહ, કમલેશ મુળશંકર જાની અને પરેશ ઉમેદચંદ મહેતાએ વિરુધ્ધ ગુનો નોંધાયેલો જેમાં બોગસ અને બનાવટી જૂની તારીખમાં ગુજરનાર વસંતભાઈનું વીલ બનાવેલું અને જૂની તારીખમાં ઠરાવો મિનીસ બુકમાં એક જ દિવસે અને એક જ બેઠકમાં એક જ પેનની શાહીી ૧૯૮૦ ી ૨૦૧૨ સુધીના ઉભા કરેલા હતા.

જે ગુનાના કામે તપાસનીશ અધિકારી દ્વારા તપાસ કરી કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરેલી જે ચાર્જશીટની નકલ મુળ ફરિયાદી સંજયભાઈ મેળવી તપાસમાં ઉણપ જણાય આવતા પોલીસ કમિશનરને વિશેષ તપાસ માટે આધાર પુરાવા સો રજૂઆત કરેલી.

ઉપરાંત મૃતક વસંતભાઈ માલવિયાના અવસાન સમયે તેમની જંગમ મિલક્ત જમીન જવેરાત, અને રોકડ રકમો તા તિજોરી વિશાલ, મનોજ શાહ તા મળતીયા ઉપાડી ગયાના ફોટોગ્રાફ તપાસનીશ સમક્ષ રજૂ કરેલા તે મેગેઝીનમાં છપાયેલા તેમ છતાં તપાસનીશ અધિકારી દ્વારા લેશ માત્ર તપાસ કરી ની કે નિવેદન પણ નોંધાયેલા ની. ગુનાના કામે મુદ્દામાલ કબજે કર્યો છે. આ કરોડો ‚પિયા અંગેની મત્તાની તપાસ ઈ ની. આ ઉપરાંત કરોડો ‚પિયાની ગેરરીતિ ઉચાપત વિશાલ મનોજ શાહ સહિતના શખસો દ્વારા આચરવામાં આવેલી છે. હાલના ટ્રસ્ટીઓ સગા-સંબંધી તા રોજ આી કોઈ કાનૂની કાર્યવાહી કરતા ન હોવાી કોલેજના કર્મચારી સંજય પંડયા દ્વારા પોલીસ તંત્ર વિરુધ્ધ હાઈકોર્ટના અરજી કરવાની ફરજ પડી છે.

ત્યારબાદ મુળ ફરિયાદ સંજય પંડયાએ હાઈકોર્ટમાં રીટ અરજી કરી જણાવેલ કે, વિશાલ મનોજ શાહ અને મનોજ શાહે માલવિયા કોલેજના ટ્રસ્ટમાંી પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે મોટી રકમ બેંકમાંી ઉપાડેલી છે. પોતાની પર્સનલ લોનો કેસ ક્રેડીટ લોનો ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાંી ભરપાઈ કરેલી છે.

ટ્રસ્ટના ખાતામાંી જવેલરીના બીલો, જાહેર નોટીસના બીલો અને જાહેરાતના બીલો ચુકવી ટ્રસ્ટની રકમ હડપ કરી ગયા છે. તે અંગેના કોઈ જ એકાઉન્ટસ ખાતાવહીઓ તપાસના કામે મેળવેલ ની. માલવિયા કોલેજના એકાઉન્ટન્ટ કે સી.એ.ના ટ્રસ્ટના કામે રજૂ યેલા ઓડીટ રિપોર્ટ મેળવેલા ની.

વિશેષમાં જામીન પર મુક્તિ યેલા કમલેશ મુળશંકર જાનીની સહીી ઓપરેટ તા પી.ડી.માલવિયા કોલેજના બેંક ખાતામાંી વિર્દ્યાીઓને મળતી સ્કોલરશીપની રકમ પણ ટ્રસ્ટના અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી ચાઉ કરી ગયા છે.

આ કામના મુળ ફરિયાદી સંજય પંડયાએ સ્વ.વસંતભાઈનું વોકહાર્ટ હોસ્પિટલમાંી સર્ટીફીકેટની વિગતે ૨/૧/૧૬ના બપોરના ત્રણ કલાકે રજા આપેલી અને વોકહાર્ટ હોસ્પિટલમાં ડે સર્ટીફીકેટમાં વસંતભાઈના મૃત્યુનો સમય સાંજે ૫:૫૫ કલાક દર્શાવેલો અને ફરી વખત વસંતભાઈ માલવિયાના ડામા સર્ટીફીકેટ મુજબ ૨/૨/૧૬ના સાંજે ૬:૧૯ કલાકે હોસ્પિટલમાં ડિસ્ચાર્જ કરેલા મહાપાલિકાના ડે સર્ટીફીકેટમાં વસંતભાઈનું મૃત્યુનું સ્ળ વોકહાર્ટ હોસ્પિટલ બતાવે છે. જયારે એ.સી.પી. જે.એમ.સોલંકીના રિપોર્ટમાં ગુજરનાર વસંતભાઈ તેમના ઘરે અવસાન પામેલ છે તેવું ખુલવા પામેલ વોકહાર્ટના તબીબે તેમના સાી તબીબને ટેલીફોનીક મેસેજના આધારે મેડીકલ કાઉન્સીલ નિયમો વિરુધ્ધ મૃતક વસંતભાઈનું મરણ સર્ટી ઈસ્યુ કરેલું છે આમ તબીબ પણ શંકાના દાયરામાં આવે છે.

વધુમાં મૃતક વસંતભાઈનું હોસ્પિટલનું બીલ, તપાસના કામે મેળવેલ ની જે મેળવવાી વોકહાર્ટ હોસ્પિટલના સ્ટાફ પણ સંડોવાયાનું બહાર આવી શકે તેમ છે. પોલીસ દ્વારા તપાસ હા ન ધરાતા સંજય પંડયાએ રાજય સરકાર, ચીફ સેક્રેટરી અને પોલીસ કમિશનર સહિતના વિગેરેને જોડીને હાઈકોર્ટમાં રીટ કરેલી જેમાં હાઈકોર્ટ જે અરજી મુજબ વિશેષ તપાસ કરવા રાજયના ચીફ સેક્રેટરીને હુકમ કર્યો છે. આ પ્રકરણી તપાસમાં નવો વળાંક આવે તેવી શકયતાઓ સેવાય રહી છે.

મુળ ફરિયાદી સંજય પંડયા વતી એડવોકેટ પ્રતિક રાજયગુ‚, સી.એચ.પટેલ, ર્પા પીઠડીયા, કરણસિંહ ડાભી તા હાઈકોર્ટમાં એચ.ડી.વસાવડા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.