Abtak Media Google News

અધ્યયન જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લીમેન્ટરી મેડિસીનમાં પ્રસિદ્ધ થયું છે

આંતરરાષ્ટ્રીય જર્નલ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લીમેન્ટરી મેડિસીનમાં પ્રસિદ્ધ અધ્યયનમાં એવી નોંધ કરવામાં આવી છે કે છ ઔષધીય હર્બલ છોડ, એટલે કે, દરૂહરિદ્ર, ગિલોય, વિજયસાર, ગુડમાર, મંજીષ્ઠા અને મેથીથી બનેલી અને દિલ્હી સ્થિત એઈમિલ ફાર્મા દ્વારા વેચાતી આયુર્વેદિક દવા બીજીઆર-34 ડાયાબીટીસના દરદીઓમાં હાર્ટ એટેક (જોખમ) પચાસ ટકાથી ઓછું કરવામાં અસરકારક હોવાનું જણાયું છે. આ અધ્યયન આઈસીએમઆર માર્ગદર્શિકા અનુસાર દિલ્હીની હોસ્પિટલમાં આશરે 56 દરદીઓ પર હાથ ધરવામાં આવ્યું હતું. ડબ્લ્યુએચઓની આંકડાવારી અનુસાર ડાયાબીટીસના દરદીઓની સંખ્યાની બાબતમાં ચીન, અમેરિકા, ઈન્ડોનેસિયા, જાપાન, પાકિસ્તાન, રશિયા, બ્રાઝિલ, ઈટાલી અને બંગલાદેશથી પણ ભારત સૌથી વધુ ડાયાબીટીસગ્રસ્તોની સંખ્યા સાથે ટોચે છે. 2000માં 31.7 મિલિયનથી ડાયાબીટીસના કેસો 2030 સુધી 100 ટકાથી વધુ વધીને અધધધ 79.4 મિલિયને પહોંચવાની અપેક્ષા છે.

એઈમિલ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન શ્રી કે. કે. શર્માએ જણાવ્યું હતું કે જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લીમેન્ટરી મેડિસીન જેવા આંતરરાષ્ટ્રીય જર્નલે સંભવિત પહેલી જ વાર કોઈ પણ ભારતીય હર્બલ આધારિત દવા પર અધ્યયન પ્રસિદ્ધ કર્યું અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનમાં તે પ્રસિદ્ધ કરાયું છે તે અમારે માટે ગૌરવજનક અવસર છે. છ ઔષધીય હર્બલ છોડવામાંથી તૈયાર કરવામાં આવેલું પોલીહર્બલ આયુર્વેદિક બ્લડ ગ્લુકોઝ નિયંત્રક ડાયાબીટીસને બ્લડ શુગરનો સ્તર નિયમન કરવાથી રોકે છે.

અધ્યયનમાં એવું પણ જણાયું છે કે હર્બલ દવા માટે ચિકિત્સકીય પરીક્ષણમાં ભાગ લેનારા કમસેકમ અડધોઅડધ દરદીઓનો ગ્લાયકોસીલેટેડ હેમોગ્લોબિન સ્તર (ડાયાબીટીસ મેલાયટસના લાંબા ગાળાના નિયંત્રણની દેખરેખ રાખવા માટે પરીક્ષણ કરાયું છે) પણ નિયંત્રણ હેઠળ હતો. આ પરિણામો મહત્ત્વપૂર્ણ છે, કારણ કે સામાન્ય ગ્લાયકેટેડ હેમોગ્લોબિન (HbA1c) હાંસલ કરતાં અવયવો અને ટિશ્યુને હાનિ પહોંચાડતી માઈક્રોવેસ્ક્યુલર અને મેક્રોવેસ્ક્યુલર ગૂંચોનું જોખમ નોંધનીય રીતે ઓછું કરે છે. ગ્લાયકોસિલેટેડ હેમોગ્લોબિન રેડ બ્લડ સેલ (આરબીસી)માં હેમોગ્લોબિન છે, જે માટે ગ્લુકોઝ બંધન છે.

જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લીમેન્ટરી મેડિસીનમાં પ્રસિદ્ધ અહેવાલ અનુસાર આ પરીક્ષણ આયુર્વેદિક પદાર્થોનાં પરીક્ષણો હાથ ધરવા માટે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) માર્ગદર્શિકાઓ અનુસાર હાથ ધરવામાં આવ્યું હતું. અધ્યયનમાં એવી નોંધ કરવામાં આવી છે કે બ્લડ ગ્લુકોઝની સપાટીને નિયંત્રણમાં લાવવામાં ઘણી બધી એલોપેથિક દવાઓ અસરકારક જણાઈ છે ત્યારે આ દવાઓ ડાયાબીટીસની બધી ગૂંચ નિવારવામાં પૂરતી કારગત નહોતી. બીજીઆર- 34નું સેવન એકત્રિત રીતે પ્રાપ્તિકર્તાના શરીરમાં ચોત્રીસ સક્રિય ફાયટોકોન્સ્ટિટ્યુઅન્ટ્સ છોડે છે, જે લોહીમાં શુગરની સપાટીની માવજત કરવામાં મદદ કરે છે, એમ એઈમિલ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન શ્રી કે કે શર્માએ જણાવ્યું હતું. આથી વિપરીત બીજીઆર-34 મેનેજ્ડ કેર ડ્રગ ફોર્મ્યુલરીના ઉમેરા માટે વિચારમાં લેવાનો યોગ્ય વિકલ્પ છે, એમ દિલ્હીની હોસ્પિટલમાં આશરે 56 દરદીઓ પર હાથ ધરાયેલા અધ્યયનમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.