Abtak Media Google News

લોકો આજકાલ ફિટ રહેવા માટે ઘણા પ્રયોગો કરતાં હોય છે. પણ શું તમને ખબર છે કસરત અને તણાવનું ખાસ કનેક્શન છે.હાલના સમયમાં લોકોમાં તણાવનું પ્રમાણ વધતું જાય છે. જો તમે અઠવાડિયામાં 75 મિનિટ સુધી ચાલો છો તો તમે ડિપ્રેશનનો શિકાર બનવાથી બચી શકો છો.જો તમે કસરત કરો છો તો તમને તણાવની શક્યતા 20% સુધી ઘટી જાય છે.

અઠવાડિયામાં 150 મિનિટ કે તેથી વધુ કસરત કરવી જરૂરી છે. કસરતથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે.કસરતથી શરીરમાં એન્ડોર્ફિન નામનું રસાયણ થાય છે. જેનાથી આપણને ખુશીની લાગણી થાય છે.જે તણાવ સાથે ઝઝૂમી રહેલા લોકોને મદદ કરી શકે છે. કસરતથી તણાવનો સામનો કરતી વ્યક્તિની વિચારસરણી પણ બદલાઈ જાય છે.તે ફરીથી સામાજિક પ્રવૃત્તિઓમાં એક્ટિવ થવાનું શરૂ કરી દે છે.

શારીરિક પ્રવૃત્તિની માનસિક સ્વાસ્થ્ય પર પોઝિટિવ અસર કરે છે. તણાવને કારણે ઊંઘ ન આવવી, વજન વધવું, આંખો નબળી પડવી, થાક લાગવો, કામમાં રસ ન લાગવો જેવી સમસ્યાઓ થઈ શકે છે.વિશ્વમાં લગભગ 28 કરોડ લોકો ડિપ્રેશનની બીમારી સામે ઝઝૂમી રહ્યા છે. આ કારણે તેઓ લાંબા સમય સુધી નિરાશા અનુભવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.