Abtak Media Google News

૧૭ માસ જેટલો સમય વિતવા છતાં ઉકેલ નહીં આવતા કર્મચારીઓ વિફર્યા

ઉપલેટા ગ્રામ્ય વિસ્તારના જી.ડી.એસ. પોસ્ટલ કર્મચારીઓની વિવિધ માંગણીઓનો છેલ્લા ૧૭ માસ થયા ઉકેલ નહીં આવતા તા.૨૨/૫ થી અચોકકસ મુદતની હડતાલ ઉપર ઉતરી આંદોલન ચાલુ રાખેલ છે.

છેલ્લા આઠ દિવસથી દેશભરના જીડીએસ પોસ્ટલ કર્મચારીઓ અચોકકસ મુદત માટે હડતાલ ઉપર ઉતરી પોસ્ટ ખાતાના ત્રણ લાખ જીડીએસ કર્મચારીઓના નવા વેતન માળખા સવલતો વિવિધ નિયમો લાગુ કરવા તેમજ સરકાર દ્વારા નિયુકત જી.ડી.એસ. કમિટીનો અહેવાલ પણ દોઢ વર્ષ પહેલા સોંપાઈ જવા છતાં આજદિન સુધી સરકાર દ્વારા કોઈ વિચારણા નહીં કરવામાં આવતા આજે ઉપલેટા ગ્રામ્ય જીડીએસ પોસ્ટલના કર્મચારીઓ સંસદ સભ્ય અને ધારાસભ્યની ઓફિસે આવેદનપત્ર આપવામાં આવ્યા આવ્યા હતા. જે આગામી દિવસોમાં કર્મચારીઓની માંગણી સ્વિકારવામાં નહીં આવે તો કર્મચારીઓને નાછુટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી પોતાની યોગ્ય માંગણી સરકારને સ્વિકારવા મજબુર કરશે.

આજે સંસદ સભ્ય અને ધારાસભ્યની ઓફિસે આવેદનપત્ર આપતી વખતે જીડીએસ પોસ્ટલ યુનિયનના બી.કે.ચુડાસમા, શૈલેષભાઈ જોષી, યુનુશભાઈ, પી.એસ.દેસાણી, કિરીટભાઈ, એચ.એમ.સોલંકી, ભાવેશભાઈ પંડયા, કૈલાસભાઈ વિંઝુડા, વરૂણભાઈ ભટ્ટ સહિત ૨૧ ગામોના પોસ્ટલ કર્મચારીઓ હાજર રહેલા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.