Abtak Media Google News

પર્યાવરણ દિનની વિશેષ ઉજવણી : બાળકોએ સ્કૂલના વૃક્ષોને લીધા દત્તક

આજ રોજ વિશ્વ પર્યાવરણ દિવસની વિનય ઈન્ટરનેશનલ સ્કૂલના બાળકોએ અનોખી ઉજવણી કરી હતી. પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવા માટે બાળકોએ માનવ સાંકળથી વૃક્ષની આકૃતિ તૈયાર કરી હતી.
વિશ્વભર માં ૫ જુનને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમના ભાગ રૂપે વિનય ઇનટરનેશનલ સ્કૂલના બાળકો એ પણ ખાસ ઉજવણી કરી હતી. વિધાર્થીઓએ માનવસાંકળ દ્વારા વૃક્ષની રચના કરી હતી અને વૃક્ષ ઉગાડવા અને જતન કરવાનો સંકલ્પ કર્યો હતો અને દરેક વિધાર્થીઓએ સ્કૂલના કેમ્પસમાંથી એક વૃક્ષને દતક લઇને તેના ઉછેરની જવાબદારી લીધી હતી. આ ઉપરાંત વિધાર્થીઓએ ગ્રીન મોરબી કલીન મોરબીના સૂત્ર ને દ્રઢપણે અપનાવા નો સંકલ્પ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.