Abtak Media Google News

વિશાળ સ્ક્રીન-સ્ટેજ પર લાઈવ પ્રસારણ: ૧૧૦૦થી વધુ રજીસ્ટ્રેશન થયા: સ્થળ ઉપર પણ થઈ શકશે નોંધણી: આયોજકોએ આપી વિગતો

ભુદેવ દેવા સમિતિ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજના તમામ પરિવારો માટે આવતીકાલ ૯ જૂન, શનિવારના રોજ સવારે ૭ વાગ્યેથી હેમુ ગઢવી હોલ રાજકોટ ખાતે હાઈટેક યુવક યુવતી પરિચય પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.આ પરિચય સંમેલનની મુખ્ય વિશિષ્ટતા હાઈટેક પસંદગી સંમેલન છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત, દેશ વિદેશનાવિવિધ સેન્ટરોમાંથી બહોળી સંખ્યામાં યુવક યુવતીઓ ભાગ લેશે. આ હાઈફાઈ પસંદગી સંમેલનમાં અભ્યાસ, ઉંમરના વર્ગીકરણ પ્રમાણે યુવક યુવતીઓ ને ખાસ નંબર આપી અલગ ઓળખ આપવામાં આવશે અનેતેઓ ભવ્ય અનેસુશોભીત સ્ટેજ પર પોતાનો પરિચય અને પસંદગી વિશે લાઈવ ઓળખ આપશે. કાર્યક્રમમાં લગ્ન વાંચ્છુક યુવક યુવતીઓ, તમામ તડગોળના પ્રમુખ, મુખ્ય મહેમાનો અભયભઈ ભારદ્વાજ, અંજલીબેન ‚પાણી, આચાર્ય ઘનશ્યામ મહારાજ, નિતીનભાઈ ભારદ્વાજ, પંકજભાઈ ભટ્ટ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, જર્નાદનભાઈ આચાર્ય, કશ્યપભાઈ શુકલ, રામભઈ મોકરીયા, મનિષભાઈ માડેકા, લીનાબેન શુકલ, ‚રૂપાબેન શીલુ, બીનાબેન આચાર્ય નેહલબેન ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહેશે.

વધુમાં કાર્યક્રમ વિશે સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદી જણાવે છે કે, હવે છેલ્લા તબકકામાં હોય ભુદેવ સેવા સમિતિ દ્વારા મીટીંગ બોલાવી સ્ટેજ કમિટી, સ્વાગત સમિતિ કીટ વિતરણ સમિતિ, હોલ વ્યવસ્થા સમિતિ, ભોજન વ્યવસ્થા સમિતિ, મહિલા સમિતિ, ઉમેદવાર કાઉન્સીલીંગ સમિતિ બહારગામથી આવતા ઉમેદવારો માટે ખાસ ગાઈડન્સ કમીટી આખા કાર્યક્રમના સુંદર આયોજન માટે કો. ઓર્ડીનેશન કમિટી આ સંપૂર્ણ કાર્યક્રમનું શ્રેષ્ઠ સંચાલન થશય તે માટે ખાસ વોકી ટોકી ગ્રુપ કમીટી, જીવંત પ્રસારણ માટે ખાસ મીડીયા કમિટી વગેરે અલગ અલગ કમિટીઓનું આયોજન પૂર્ણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં આવેલ તમામ ઉમેદવારો તથા માતા પિતા, વડીલો માટે સુંદર ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા તેઓને પણ અલગ અલગ ડીજીટલ ઓળખપત્ર ફાળવવામા આવેલ છે. આ પ્રમાણે હાઈટેક પરીચય મેળાને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા બે મહિનાથી ભુદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઈન્ચાર્જ મયુર વોરા તથા જય ત્રિવેદી તેમજ નિશાંત રાવલ, દિલીપ જાની, માનવ વ્યાસ, જિજ્ઞેશ ત્રિવેદી, ભરત દવે, નિરજ ભટ્ટ, મીત ભટ્ટ, નૈતિક જોશી, વિમલ અધ્યા‚, પરેશ દવે, સંદિપ પંડયા, દિલીપ રાવલ, વિશાલ ઉપાધ્યાય, સંદીપ ભટ્ટ, ‚પેશ જોષી, મનન ત્રિવેદી, જયોતિન્દ્ર પંડયા, યજ્ઞેશ ભટ્ટ, પરાગ મહેતા, પ્રશાંત વ્યાસ, જિજ્ઞેશ પંડયા, ઉદય ભટ્ટ તથા ભુદેવ સેવા સમિતિ મહિલા સદસ્ય ભાર્ગવીબેન ભટ, કલ્પનાબેન લખલાણી, હિમાનીબેન રાવલ, કીર્તીબેન દવે, હિનાબેન દવે, મિનાબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, માલતીબેન જાની, રચનાબેન જાની, હિનાબેન રાવલ અર્પિતાબેન પંડયા મિનાક્ષીબેન જોષી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.