Abtak Media Google News

તરુણી ઘરે એકલી હતી ત્યારે પાડોશમાં રહેતો ઢગાએ ઘરમાં ઘૂસી લખણ ઝળકાવ્યા

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથરી રહી હોય તેમ આવારા તત્વો બેફામ થઈ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે.ત્યારે વધુ એક બનાવ સમે આવ્યો છે.જેમાં મોરબી રોડ પર આવેલ વેલનાથ પરામાં રહેતા અને ડ્રાઇવિંગ નું કામકાજ કરતા પ્રોઢની 15 વર્ષની પુત્રી ઘરે એકલી હતી ત્યારે પાડોશમાં રહેતો ઢગો તેના ઘરમાં ઘૂસી જાય તરુણી સાથે શારીરિક અડપલા કર્યા હતા. આ બનાવની જાણ તરુણી એ તેના પરિવારજનોને કરતા પરિવાર દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઢગા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

બનાવવા અંગેની મળતી માહિતી અનુસાર પહેલામાં રહેતા અને ડ્રાઇવિંગનું કામકાજ કરતા પ્રોઢે પોતાની ફરિયાદમાં આરોપીમાં તેના પાડોશમાં રહેતા કમલેશ મેપા વરૂનું નામ આપ્યું હતું જેમાં તેને જણાવ્યું હતું કે, થોડા દિવસ પહેલા તેઓ કામકાજ હોવાથી ઘરની બહાર ગયા હતા ત્યારે તેની 15 વર્ષની પુત્રી ઘરે એકલી હતી ત્યારે તેની એકલતાનો લાભ ઉઠાવી માણસમાં રહેતો કમલેશ વરુ ઘરમાં ઘૂસી જાય તરુણીના શરીરને શારીરિક અડપલા કર્યા હતા. જે બાબતે તરુણીએ તેના પરિવારજનોને જાણ કરતા તેમના દ્વારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કમલેશ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.