Abtak Media Google News

અબતક, શબનમ ચૌહાણ

Advertisement

થાનના ચોટીલા રોડ ઉપર આવેલ સોની સમાજની વાડી પાસે રોડની પાસે આવેલ નાળાની નીચેથી વહેલી સવારે ચારથી પાંચ મહિના કાચું ભૃણ  મળી આવ્યું હતું. જેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

થાનના ચોટીલા રોડ ઉપર આવેલ સોની સમાજની વાડી પાસે આવેલ નાળા નીચે મૃત હાલતમાં બાળક પડ્યું હોવાની જાણ થાન પોલીસના જયેશભાઇ પટેલને કરવામાં આવતા સ્ટાફના રાજુભાઈ મેણીયા સાથે  બનાવના સ્થલે ધસી જઇ બાળકને સરકારી દવાખાને લઈ જતા ફરજ પરના ડોક્ટરે ચારથી પાંચ મહિનાનું કાચું ભ્રુણ હોવાનુ જાહેર કર્યું હતું અને જણાવ્યુ હતું કે બેબી છે કે બાબો તે પણ ઙખ બાદ જ જાણવા મળે અને આ કાચા ભ્રુણની કસુવાવડ છે કે એબોરસન કરાવ્યું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.